SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ નિકોલસ નિકબી એ વસ્તુ બતાવવાની જરૂર ન હોય. પણ હવે અમે ન તમને આ સ્થિતિમાંથી મુક્ત કરવા માટે એક યોજના લઈને આવ્યા છીએ; –અલબત્ત, અમારાથી સૂચવી શકાય તેવી જ એ યોજના હોવાની. જેમ કે, આ આર્થર ગ્રાઈડ પોતે લખપતિ છે; માલમિલકતની બાબતમાં એક રાજવી જ ગણી લોને! કેટલાય બાપો પોતાની સુંદર રૂપાળી છોકરીઓ તેમને ઘેર ઠેકાણે પડે એમ ઈચ્છયા કરે છે; પણ એ માણસ અત્યાર સુધી એવી બધી સુખવૈભવની બાબતોથી વિમુખ જ રહ્યો હતો. પરંતુ હવે કોણ જાણે શાથી, – તમારી દોસ્તી ખાતર જ કહોને,-એ વળી લગ્નનો વૈભવ માણવા મન કરે છે. પણ તેથી એમ ન સમજતા કે, એ હું પણ છોકરી માટે લગ્નના બજારમાં જઈને ઊભા છે. એ તો તમારા કુટુંબ સાથે એ શુભ સંબંધ જોડાતો હોય, તો જ લગ્નનું પગરણ માંડવા તૈયાર છે. બોલો, તમારી દીકરીને સુખ-વૈભવમાં ઠેકાણે પાડવી છે? અને તમારે પોતાને પણ આ અટકાયતમાંથી નીકળી નિરાંતનું મુક્ત સુખી જીવન જીવવું છે?” મારી દીકરીને મેં એવી રીતે ઉછેરી છે કે, એના હાથ માટે બદલામાં કોઈ મોટામાં મોટો વૈભવ આપી દે, તોપણ એ આપનારો માણસ જ લાભો કહેવાય.” બ્રેએ ધીમેથી કહ્યું. બસ, હું એ જ વાત કહું છે ને ! તેથી જ આ વાત તમારી આગળ મૂકવા હું તૈયાર થયો છું. આ પ્રસ્તાવમાં બંને પક્ષે એકબીજા ઉપર કશો ઉપકાર કરવાપણું છે જ નહિ!જુઓ, આર્થર પાસે પૈસા છે, મિસ મેડલીન પાસે રૂપ અને લાયકાત છે; મિસ મેડલીન પાસે પૈસા નથી, તો આર્થર પાસે જુવાની નથી. બધું વલ્લુસલ્લા થઈ ગયું ને? આવું જોડું તો ઈશ્વર સ્વર્ગમાં બેસીને જ વિચારી શકે– ગોઠવી શકે.” ખરી વાત, ભાઈસાહેબ, આવાં લગ્નો તો સ્વર્ગમાં જ મંડાય છે અને લખાય છે, અહીં પૃથ્વી ઉપર તો આપણે કઠપૂતળીની જેમ
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy