SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નની સોદાગરી ૨૭૭ અને ત્રીજું એ કે, આ બંને રકમો બાબત આજે જ તમારે મને કરાર લખી આપવો પડશે કે, લગ્નની આગલી બપોર પહેલાં એ રકમ મને રોકડી ચૂકતે કરી દેવામાં આવશે. આ શરતો તમારે કબૂલ રાખવી હોય તો રાખો, અથવા મારી મદદ વિના પરણાય તેમ હોય તો પરણી જાઓ; મને મારા લેણાના પૈસા તો મળી જ જશે.” ડોસા ગ્રાઈડે જવાબમાં ઘણી ઘણી રકઝક, વાટાઘાટ, અને મનામણાં-પટામણાં કરી જોયાં; પણ તેનું કશું પરિણામ ન નીપજ્યું. છેવટે, થાકીને તે જ ઘડીએ રાલ્ફ પેલા બ્રેને ઘેર આવવા અને વાટાઘાટો શરૂ કરવા તૈયાર થાય, એ શરતે તેણે પેલો કરાર લખી આપ્યો. અને એ મુજબ એ બંને જણ ત્યાંથી નીકળ્યા કે તરત નૉંગ્ઝ પેલા કબાટમાંથી બહાર કૂદી પડયો; અને જે બારણેથી તેઓ નીકળ્યા હતા, તે બારણા તરફ હવામાં મુક્કીઓ ધુમાવતો છાંગ મારીને દોડી ગયો; અને એ જ રીતે હાથ ધુમાવતો પાછો આવ્યો. આ બે બદમાશો ભેગા થઈ એક જુવાન છોકરીનું નિકંદન વાળવા તૈયાર થયા હતા, એટલી વાતથી જ તેને નફરત આવી ગઈ હતી. ૧૩ લગ્નની સાદાગરી રાલ્ફ અને ગ્રાઈડ બ્રેને ત્યાં પહોંચ્યા, ત્યારે તે તેની મોટી આરામખુરશીમાં ઓશિકાં વચ્ચે બેઠેલો હતો. અત્યારે તે એકલો જ ઘરમાં હોવાથી રાલ્ફે પોતાની વાત સિફતથી તથા ભારપૂર્વક તેની આગળ રજૂ કરી. 66 જુઓ, આ સ્થાનમાં તમારી અટકાયતનું એક કારણ આર્થર ગ્રાઈડ છે; અને બીજું કારણ હું પોતે છું. દરેક જણે પોતાના રોટલાને તો સહીસલામત રાખવો જ પડે; એટલે અમારે નાછૂટકે એમ કરવું પડયું હતું. તમારા જેવા દુનિયાદારીના અનુભવી માણસને
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy