SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ નિકોલસ નિકબી દશ શિલિંગ હું રાજીખુશીથી ચૂકતે કરી આપીશ. ભાઈસાહેબ, દશ "" શિલિંગ પૂરા. “ પણ ડોસા, એ સોદામાં માત્ર દીકરી ઉપર જ તમારી નજર નથી, એ હું જાણુ છું.” "" "" ના, ના, બીજું શું હોય વળી, ભાઈસાહેબ ? ” “હા, હા, છે. હું કહી બતાવું ? કે તમારે પોતે જ કબૂલ કરવું છે?” ભાઈસાહેબ, તમે તો જુલમ કરો છો! હા, હા, હું કબૂલ કરી દઉં છું કે, એ છોકરીને થોડી મિલકત મળે તેમ છે—બહુ નથી, થોડી ઘણી જ છે. પણ અત્યારે એ વાત નોર્ફ જાણતું નથી; હું જાણું છું, અને પરણ્યા પછી તેનો હકદાવો કરવા જઈ શકું તેમ છું. ખરી વાત, ભાઈસાહેબ ! વાહ, તમારી અકક્કલ આખી દુનિ ,, યામાં – 66 “ઠીક, હવે કબૂલ થયા ખરું? તો હું તમને તમારો આખો સોદો પાર પાડી આપું, તો મને શું મળવું જોઈએ, એ કહી દઉં?” જરૂર, જરૂર, ભાઈસાહેબ; કહ્યું છે ને કે, સ્પષ્ટ વક્તા જેવો સુખી કોઈ નહિ! ઠીક, ઠીક, પણ ભાઈસાહેબ, બહુ આકરી શરતો ન મૂકતા; જરા મહેરબાની રાખજો. પેલી મિલકત બહુ મોટી નથી. એટલે મેં કહ્યું તે, દશ શિલિંગ જ બરાબર છે, ભાઈસાહેબ. ” “જુઓ મહેરબાન, તમે મારી મદદ વિના પણ એ છોકરીને પરણી જાઓ, તોપણ તેના બાપને મારી રકમ પૂરી ચૂકતે થયા વિના અટકાયતમાંથી મુક્ત કરી શકો નહિ. એટલે મારી રકમ તો પૂરેપૂરી જ તમારે ચૂકતે કરવી પડશે; દશ શિલિંગ બિલિંગની વાતો ખોટી ! બીજું, તમને પરણાવી આપવામાં અને પેલીની મિલકત મેળવી આપવામાં હું મદદ કરું, તો તેની મહેનતના મને વધારાના પાંચસો પાઉંડ આપવા પડશે. આ તો બહુ ઓછું માગ્યું કહેવાય, કારણ કે, તમને તો પાકા હોઠ, વાળના ગુચ્છા એ બધું મળે છે.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy