________________
૩૩૮
નિકોલસ નિકબી આવવા સૂચના આપવી. પણ સદ્ભાગ્યે તેઓ એવા વખતસર જઈ પહોંચ્યા હતા કે, તે વખતે ફિવયર્સ અને પેગ પેલા ચોરી આણેલા કાગળો બાળી નાંખવાની પેરવીમાં પડ્યાં હતાં. ઉપરાંત, સ્કૃિવયર્સે મેડલીન અંગેનો કાગળ ખીસામાં સેરવી દીધો, તે પણ તેઓના જાણવામાં આવી ગયું. તરત જ બેભાન બનેલા સ્કિવયર્સને ખીસામાં એ કાગળ સાથે પોલીસ-થાણે ઉપાડી જવામાં આવ્યો અને પછી પગ ડોસીની પણ ધરપકડ કરવામાં આવી. - “ત્યાર બાદ સ્નૉલીને જણાવવામાં આવ્યું કે, સ્કિવયર્સની ધરપકડ થઈ છે એટલે તેણે પોતાની જાતને બચાવી લેવાની શરતે કબૂલ કર્યું કે, સ્માઈક તેનો પુત્ર છે જ નહિ, અને બધી બનાવટ રાલ્ફ કરાવેલી છે.
“સ્કિવયર્સને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં પેલું મેડલીનવાળું વિલ તેના કબજામાં શી રીતે આવ્યું તથા પેગ ડોસી સાથે તેને શો સંબંધ હતો, તેનો કશો સંતોષકારક ખુલાસો તે ન કરી શક્યો; એટલે વધુ તપાસ માટે તેને એક અઠવાડિયું પોલીસે રિમાન્ડ ઉપર લીધો.”
આ લાંબું બયાન પૂરું થતાં ભાઈ ચાર્લ્સે આગળ આવી રાફને કહ્યું, “આજે સવારે હું માત્ર દયાભાવથી પ્રેરાઈને તમારે ત્યાં આવ્યો હતો. તમારે માથે શી શી આફતો તોળાઈ રહી છે, તે હવે તમે પોતે કલ્પી શકશો. બિચારા સ્માઈકને સતાવવા જે કાવતરું રચવામાં આવ્યું હતું, તેનો ન્યાય તો અદાલત જ હવે તોળશે. તેનાં પરિણામોમાંથી તમને બચાવવા એ હવે અમારા કોઈના હાથમાં રહ્યું નથી. અમે તો એ અંગેની તમને અગાઉથી ખબર આપી શકીએ, જેથી તમારાથી બને તો તેનાં પરિણામોમાંથી છટકી શકો. તમારા જેવા ઘરડા માણસની ધરપકડ થાય અને નાલેશી થાય, એ અમે તમારા નિકટના સગા અને અમારા માણસ નિકોલસને ખાતર પણ ન ઇચ્છીએ. તેથી કરીને અમે સૌ હવે તમને વિનંતી કરીએ છીએ કે, તમે લંડન છોડી ભાગી