________________
ભૂકરનું કબૂલાતનામું
૩૩૯ જાઓ; અને દૂર રહી, કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી, સાચા માણસ બનવા પ્રયત્ન કરો.”
રાહુ હવે એકદમ હુંકાર કરી ઊઠયો, “ અને તમે સૌ એમ માની બેઠા છો કે, તમારા આવા કાવાદાવાથી હું ગભરાઈ જઈશ? હું તમારા મોં ઉપર ઘૂંકીને તમને સૌને પડકાર કરું છું કે, તમારાથી જે થાય તે કરી લેજો.”
આટલું કહી તે ચાલતો થયો. પણ હજુ તેને સાંભળવાના વધુ ખરાબ સમાચાર બાકી હતા!
૬૮ ભૂકરનું કબૂલાતનામું
રાફ હવે ક્િલયર્સની ધરપકડ જ્યાંથી થઈ હતી, તે જિલ્લાના પોલીસથાણે પહોંચ્યો. તે ઠીક સમયસર જ આવી પહોંચ્યો હતો; કારણ કે, સ્કિવયર્સને વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ ઉપર લેવાની માગણી થઈ હોવાથી, તેને પાકી જેલમાં ખસેડવા માટે, તેને પોતાને ખર્ચ ઘોડાગાડી મંગાવવામાં આવી હતી.
કાચી જેલના વસવાટનો આ બધો સમય સિવયર્સે દારૂ પીને દુઃખ-ચિંતા ભૂલવામાં ગાળ્યો હતો, એમ તેની કોટડીમાં પડેલા સરંજામ ઉપરથી દેખાઈ આવતું હતું.
રાફે તેની સાથે વાત કરવાની પરવાનગી માગી, તે તેને તરત મળી ગઈ. પણ સ્કિવયર્સે તેની સાથે વાત કરવાની ખાસ મરજી ન બતાવી. તેણે તો પોતાની માસ્તર તરીકેની કારકિર્દી, છોકરાઓની સુંદર નિશાળ ચલાવનાર તરીકે પોતાના ઘરની આબરૂ, – જ્યાં છોકરાઓને ખાવાની, પીવાની, રહેવાની, ભણવાની, ચોપડીઓની,