________________
૩૪૦
નિકોલસ વિકલ્પી ખીસાખર્ચની સર્વ સગવડ અપાય છે, તથા જીવતી કે મરેલી તમામ ભાષાઓ ઉપરાંત ગણિતશાસ્ત્ર-જોડણી-ભૂમિતિ-આકાશવિદ્યાત્રિકોણમિતિ - બીજગણિત-લખવું-ગણવું એમ સંસ્કારિતાની તમામ શાખાઓની ઉત્તમ કેળવણી આપવામાં આવે છે, એવી ડોથબોઝ
એકેડેમીની કીર્તિ, – વગેરે બધું ખલાસ થવા બેઠું હતું, એનું જ આકંદ માંડ્યું તથા કહ્યું, “એ બધું શાથી થયું? તને કરાવ્યું તેથી થયું. એ કામ કરવામાં શું જોખમ રહેલું છે, તેની તમે તો મને વાત જ નહિ કરેલી. આવી વલે આવવાની છે એવું જાણતો હોત, તો હું એમાં કોઈ પણ લોભે પડું જ શા માટે? મને તો એટલો જ ખ્યાલ હતો કે, તમે મને મારા ધંધામાં ઘણી મદદ કરી છે, અને તમે ધાર્યું હોત તો મારા ધંધાને ઘણું નુકસાન કરી શકો તેમ હતા,– એટલે તમારું કાંઈ કામકાજ હોય તો તે માટે કરી આપવું જોઈએ. પણ તમે તો કામકાજ સેંપવાને બદલે અટપટા કાવતરામાં જ મને ભેળવી દીધો; અને તે કાવતરું પણ એવું કે જેમાં જેલમાં જ બેસવું પડે! તમેય મારા ખરા હિતેચ્છુ નીકળ્યા! મારા ગામમાં આ સમાચાર પહોંચશે કે તરત મારો ધંધો તો બંધ જ થઈ જશે; પણ તમે? તમે તો અત્યારે છૂટા લહેરથી મને મળવા આવ્યા છો! પણ ખબરદાર, જો હું સીધોસમો છૂટયો તો તો સારી વાત છે; પણ જો મને કંઈ સજાબજા થઈ, તો હું સાચી વાત જ કહી દેવાનો કે, ‘તો કશું જાણતો નથી; બધું મા મિસ્ટર કરાવતા હતા, તેમ જ હું તો કરતો હતો!'”
“પણ મૂરખ ભાઈ, દારૂ પીને તમારું ભાનબાન ગયું છે કે શું? તમને તે લોકો કશું જ કરી શકવાના નથી. તમારી પાસે કોઈ કાગળ નીકળ્યો છે, વારુ?” રાલ્ફ પૂછયું.
હા, તમે મને પેગ ડોસી પાસેથી લઈ આવવા કહ્યો હતો તે કાગળ – મેડલીન માટેનું વિલ! એ કાગળ પણ બીજા કાગળો સાથે બાળી નાખવા દીધો હોત, તો કશી પંચાત ઊભી ન થાત. પણ તમને તો મારામાં વિશ્વાસ નહીં, એટલે એ કાગળ સાચવી રાખી