________________
૩૧
કરીઓના શિકારીઓ
બપોરના ત્રણ વાગ્યા હતા, પણ તવંગર ભાગ્યશાળી સહસ્થોની “સવાર' હજુ હવે થતી હતી. સર મલબેરી હૉક અને લૉર્ડ ફ્રેડરિક બૅરિસૉફટ પાછલી રાતની કામગીરી, જેવી કે ખાન-પાન, રમત-ગમત, અને ભાંગફોડનો થાક,- તેમાંથી હવે જાગ્રત થતા હતા. ટેબલ ઉપર સવારના નાસ્તાની ચીજો આવીને પડેલી હતી, પણ હજુ બંનેમાંથી કોઈની તે તરફ પ્રવૃત્તિ થઈ ન હતી.
લૉર્ડ બૅરિસૉફટે, મહા પરાણે જરા બેસવાના આસને ગોઠવાવા પ્રયત્ન કરી, મિત્ર મલબેરીને ઘેનભર્યા અવાજે પૂછયું –
“હ-એ-એ, શી આફત છે! આપણે આ-આ આખો દિવસ આમ જ પડી રહેવું છે કે શું?”
બીજું શું કરવાને લાયક આપણે રહ્યા છીએ, તે પણ સમજાવું જોઈએ ને! મારામાં તો જિંદગીનો એક દાણો પણ બાકી રહ્યો હોય એમ લાગતું નથી.”
“જિંદગી! મને પણ એકદમ મરી જવા જેવું સહેલું અને સગવડભર્યું બીજું કાંઈ જ દેખાતું નથી.”
તો પછી, મહેરબાન, આપ સિધાવી જ જાઓ ને! પડી શું કામ રહ્યા છો? મારે તો હજુ અહીં કામ છે. જ્યાં સુધી મિસ નિકલ્ટી જેવી સુંદરીઓ આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે, ત્યાં સુધી મરવાની ઉતાવળ મને નથી.”
૧૭૦