________________
૧૭૧
છોકરીઓના શિકારીઓ * “હા-હા, પેલા વ્યાજખાઉ નિકલ્હીની છોકરી, કેમ? પણ તમે મને કેટલાય દિવસથી એને ખોળી આપવાનું વચન આપ્યું છે, પણ સરકાર “પાણી' કહે ત્યાં “કાદવ” પણ હોય ત્યારે ને?”
હા, મેં વચન આપ્યું હતું, પણ તમને તો મારા ઉપર જ વહેમ છે કે, હું પોતે જ તેને બોટી લેવા તાકું છું એટલે હવે મેં તો એ બાબતમાંથી હાથ જ કાઢી લીધા છે. હવે તમારી વાત તમે જાણો ને તે જાણે !”
અરે ભાઈ, કાનપટ્ટી પકડી! હવે કેટલી વખત તારે એ વાત મારે મોંએ કહેવરાવવી છે? હવે તો એનું ઠામઠેકાણું તું જાણી લાવ, અને ફરી તેને ભેગી કરી આપ એટલે બસ!”
પણ એ છોકરીનું ઠેકાણું જાણી લાવવા માટે મારી આટલી બધી પળથી કરવાની શી જરૂર છે? રાલ્ફને જ સીધું કહી દો ને કે, ‘એ છોકરી ક્યાં રહે છે અને કોની સાથે રહે છે, તે સીધેસીધું કહી દે; નહિ તો તારી સાથે આજથી લેવડ-દેવડનો વ્યવહાર બસ બંધ!” એ વ્યાજખાઉએ તમારે માટે– તમને તેના ફાંદામાં ફાંદવા માટે તો તે દિવસે એ છોકરીને હાજર રાખી હતી. એટલે તમે તેને આમ કહેશો તેથી એ પાજીને કશું ખોટું લાગવાનું નથી.”
ખરી વાત? મારે માટે જ? અરે યાર, તો તો પછી અત્યાર સુધી હું તેને માટે ખોટો જ તડપ્યા કરતો હતો! રાલ્ફને પૂછવું એમાં શી મોટી વાત ! એ તો મારું જ કામ!”
મલબેરી હવે જુદા જ ઘાટમાં વળી ગયો હતો. તેને હવે કેટને હાથ કરવી હતી, પણ તે તેની માઠી વલે કરવા માટે. કેટ જેવી નિર્દોષ મુગ્ધા કુમારિકાને ભોળવવાનું આકર્ષણ તેને પણ શરૂ શરૂમાં હતું જ; પરંતુ તેને પહેલે પ્રયત્ન જ ખાતરી થઈ ગઈ કે, એ કામ મુશ્કેલ છે. છતાં, જ્યારથી તેને ખાતરી થઈ ગઈ કે, રાલ્ફ બૅરિસૉફટને પોતાના હાથમાં લેવા માટે જ એ છોકરીનો ઉપયોગ કર્યો હતો, ત્યારથી તો એ છોકરીને પોતાના હાથમાં લેવાનું તેને માટે