________________
૧૭૨
નિકોલસ નિકબી આવશ્યક બની ગયું હતું. એટલે એ છોકરીનું ઠામઠેકાણું મેળવવા તેણે પોતે ઓછા ધમપછાડા માર્યા નહોતા. પણ તેનો પત્તો ખાધો ન હતો. તેથી હવે સીધું રાલ્ફને જ એ પૂછવા માટે તેણે બૅરિસૉફટને તૈયાર કરવાની બાજી ગોઠવી.
બંને મિત્રો થોડી વારમાં રાહુને ત્યાં સાથે જ ઊપડ્યા. ત્યાં પહોંચ્યા બાદ, થોડી સામાન્ય વાતચીત પછી, વૅરિસૉફટે રાલ્ફને ખાનગીમાં કંઈક વાત કરવા ઇચ્છા દર્શાવી. મલબેરી જાણે નામરજીથી જતો હોય તેવો દેખાવ કરી, બાજુના ઓરડામાં ચાલ્યો ગયો.
બૅરિસૉફટે રાલ્ફને તેની ભત્રીજીનું સરનામું સીધેસીધું જ પૂછયું. રાફને એ જ જોઈતું હતું. પણ તેને મલબેરી પણ આમાં ભળ્યો હોવાની ગંધ આવી. એટલે મલબેરીને એ સરનામું ન કહેવાની શરતે તેને બતાવવાની રાલ્ફ તૈયારી બતાવી.
મલબેરી કરતાં પોતાની સજજનતામાં રાલ્ફ મૂકેલા વિશ્વાસથી રાજી થઈ લૉર્ડ બૅરિસૉટે રાહુનો હાથ દબાવ્યો તથા મલબેરી હતો તે
ઓરડા તરફ આંખ મિચકારીને જણાવ્યું કે, કેટની બાબતમાં મલબેરીની દાનત વિષે પોતાને પણ પૂરી શંકા જ છે.
પણ બનવાકાળ નામની ચીજ પણ કેવી અવળચંડી હોય છે! રાફ પેલા બે નામદારોને વળાવવા બારણા સુધી આવ્યો, તે જ ઘડીએ ન્યુમૅન નૉ જાહેરાત કરી કે, મિસિસ નિકલ્બી આવ્યાં છે.
આથી મલબેરી અને વૅરિસૉફ્ટ તરત જ પાછા ફર્યા, અને મલબેરીએ યુક્તિ કરી : રાલ્ફ ગમે તેટલા ધમપછાડા કર્યા છતાં, મલબેરી મિસિસ નિકલ્બી પાસે સહેજ થોભી ગયો અને તેમનું સરનામું જાણી લેવાના સ્પષ્ટ ઇરાદા સાથે તેણે રાફ ભણી જોઈને વાત ઉપાડી –
“રાલ્ફ, આ બાનુ પેલાં મિસ નિકલ્ટીનાં – ના, ના, મોટું, અંગો બધું સરખું જ છેપરંતુ આમની ઉંમર એટલી બધી નથી લાગતી કે જેથી કહી શકાય કે તે મિસ નિકલ્ટીનાં ”