________________
વિચિત્ર સંમિલન!
૨૩૫ - મનમાં જરા ઓછું આવી ગયું કે, પોતે મેંધી માનેલી યુવતી આમ
ગમે તેને “સસ્તામાં’ મળે તેવી હતી. પોતે નિકોલસ તેને મળવા માગે છે, એવું તે જાણી શકે તેમ નહોતું; તેમ જ પોતાને વિષે તે કયાં કશું વિશેષ જાણતી હતી? અને છતાં આ મુલાકાત !
પણ પછી છેવટે જ્યારે નિકોલસે ન્યૂમેનની પાછળ પાછલે બારસેથી પેલા ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે નોકરડીને જોતાં જ તે સમજી ગયો કે, ન્યૂયૅને ભલતી કોઈ નોકરડીનો પીછો કર્યો હતો. એટલે તેની માલિકણ યુવતી આવતાં તે પોતાના મિત્રની થયેલી ભૂલ બદલ ક્ષમા માગી ચાલ્યો જવા ઇચ્છતો હતો, તેવામાં પેલી યુવતીનો બાપ અણધાર્યો પાછો આવતાં, પેલી યુવતી ઉતાવળે પાછી ચાલી ગઈ, અને નિકોલસ તથા ન્યૂમેનને પેલી નોકરડીએ ગભરાઈ જઈને પાછલે બારણેથી ઝટપટ વિદાય કરી દીધા.
તોપણ નિકોલસને મનમાં એટલો સંતોષ થયો કે, પોતે જેનો પ્રશંસક છે, એ યુવતી ‘સસ્તી” હરગિજ નથી! અર્થાત્ તે તેને પહેલાં જેટલી જ અગમ્ય – અલભ્ય રહી હતી !
૪૬
વિચિત્ર સંમિલન! નિકોલસ ‘સેરેસન્સ હેડ’ વીશીમાં જેન બ્રાઉડીને મળવા ગયો, તેથી તે ભલો ગામડિયો ખૂબ ખુશ થયો. નિકોલસનો હાથ પકડી તેણે તેને ખૂબ હલાવી જ નાખ્યો. નિકોલસે મિસિસ બ્રાઉડી તરફ નજર કરી, એટલે બ્રાઉડી તરત હસતો હસતો બોલ્યો, “હવે તે પરણી ગઈ છે, એટલે તેને કારણે તમારી ને મારી વચ્ચે લડાઈ થવાની નથી, ભાઈલા!” | નિકોલસ એ ભલા માણસની ગામઠી મજાકથી પ્રથમ તો ખૂબ હસ્યો. પણ પછી શરમથી લાલ લાલ થઈ ગયેલી મિસિસ બ્રાઉડીની તરફ જોઈ તેને તેણે અભિનંદનાત્મક ચુંબન કર્યું.