________________
૨૩૬
નિકોલસ નિકલ્ટી બ્રાઉડીએ હવે ટેબલ ઉપર આવી ગયેલું ખાવાનું શરૂ કરવા નિકોલસને જણાવ્યું.
નિકોલસે કહ્યું, “એક શરતે!” “એ કઈ શરત હશે, વારુ?”
“એ જ કે, તમને લોકોને જે પહેલું બાળક જન્મ, તેનો ‘ગૉડફાધર'-દેવ-પિતા મને બનાવવો.”
તરત જ બ્રાઉડી હાથમાંનાં છરી-કાંટો પડતાં મૂકી, કોળ ઉપર કોળ લઈને હસવા મંડી ગયો; અને રૂંધાતા શ્વાસે બોલ્યો, “હે હેય દિલ્લી! સાંભળ તો ખરી, તારા છોકરાનો બાપ! મારી નાખ્યા! હે હેય ટિલ્ડા, તારા છોકરાનો બાપ!”
મટિલ્ડા બિચારી શરમથી લાલ લાલ થઈ ગઈ. પણ પછી બ્રાઉન ડીને હસવાનું થોડુંક શમ્યું, એટલે શાંતિથી પાછલા દિવસો યાદ કરીને વાતો ચાલવા માંડી. બ્રાઉડીએ, તે દિવસે ફેનીની પત્તાં-પાર્ટીમાંથી નીકળ્યા પછી મટિલ્ડાની અને પોતાની બે વચ્ચે થયેલી લડાઈ, અને પછી થયેલાં મનામણાં વગેરેની વાત ગામઠી રીતે નિકોલસને કહી બતાવી.
નિકોલસે પણ હસતાં હસતાં મટિલ્ડાને કહ્યું, “હું જ્યારે સ્કિવયર્સને મારીને નાઠો, ત્યારે રસ્તામાં જ આ ભાઈસાહેબને ઘોડા ઉપર બેસીને હાથમાં સોટા સાથે આવતા દેખ્યા કે તરત મેં માની લીધું હતું કે, તે તમારા વતીનું વેર યાદ રાખીને મને મારશે, પકડશે અને સ્કિવયર્સ પાસે પાછા લઈ જશે !”
એ સાંભળી એ ભલાં પતિ-પત્ની ખૂબ હસ્યાં. ખાસ કરીને મટિલ્ડા; કારણ કે, તેણે માત્ર ફેની સ્કિવયર્સને ચીડવવા માટે જ નિકોલસનો પક્ષ લેવાનો જે દેખાવ કર્યો હતો, તેટલામાત્રે આ માટીડાઓ મારામારી ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.
પછી નિકોલસે સ્માઇકવાળો પ્રસંગ કાઢ્યો, અને સ્માઈકને ભગાડી મૂકડ્યા પછી શું થયું, તે વાત બ્રાઉડીને પૂછી. બ્રાઉડીએ હસતાં હસતાં કહ્યું, “હું સ્માઇકને પાછલા બારણેથી બહાર કાઢી,