SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ વિચિત્ર સંમિલન ! ૨૩૭ ઉપર આવી, ગુપચુપ મારી પથારીમાં મોઢેમાથે ઓઢીને સૂઈ ગયો. થોડી વારે માસ્તર ઉપર આવીને સ્માઇકની કોટડીનું બારણું ઉઘાડવા ચાવી ફેરવવા ગયો. પણ આખી કળ જ કાઢી લીધેલી, એટલે તેણે સ્માઇકને બૂમો પાડવા માંડી. અંદરથી જવાબ ન આવ્યો એટલે તે બોલ્યો, ‘ના બોલીશ, હમણાં તારા શરીરનું એકે એક હાડકું ભાગી નાખું છું.' અને પછી બાંયો ચડાવી, બારણાને ધક્કો મારી, તે અંદર પેઠો, તો અંદર કોઈ ન મળે! તેણે દીવો મંગાવરાવ્યો, અને દીવો આવ્યો એટલે ખાલી કોટડી જોઈ તેણે છાતી કૂટવા માંડી. મેં પૂછ્યું, ‘શું થયું છે, ભાઈલા!' તે કહે, ‘નાસી ગયો. ' પછી મને જ પૂછવા મંડયો, ‘તેને જતો જોયો નહોતો?' મેં કહ્યું, ‘થોડી જ વાર થઈ, પાછલું બારણું ઊઘડયાનો અવાજ સાંભળ્યો’તો ને કોઈ ધડબડ કરતું દાદરો ઊતરેલું ખરું.' પેલો ‘દોડો દોડો, પકડો પકડો ' એવી બૂમો પાડી દોડવા મંડયો. મેં કહ્યું, ‘હું તારી સાથે આવું છું.' એમ કહી, મેં તેને મારી સાથે ઊંધે રસ્તે જ દોડાવ્યો – એટલા જોરથી કે પાએક કલાકમાં તો બાપડાના ટાંટિયા જ ફરી ગયા! મેં એને મારી સાથે સાથે એટલી વાડો કુદાવરાવી હતી, અને એટલાં ખાબોચિયાં લંઘાવરાવ્યાં હતાં કે, બિચારો લાંબા જોડે ટૂંકો જાય એમ – કાદવ ને કાંટાથી ભરાઈ ગયો'તો! મારાથી તો હસી પડાતું'તું, પણ મેં મોઢું પરાણે દબાવી રાખ્યું. ” એમ કહેતો કહેતો હવે બ્રાઉડી હસવા માંડયો અને હસતો હસતો ઊબડો જ પડી ગયો. મિસિસ બ્રાઉડી બોલી બેઠી, “મને તો એ મૂઆ માસ્તરનું માં જોવુંય ના ગમે.” “લે, તું તો એની દીકરીની બહેનપણી છે, અને તેથીસ્તો મારેય એનું ઓળખાણ થયેલું; નહીં તો કોણ એવાને ઓળખવાય નવરું બેઠું'તું ? ”
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy