________________
૨૩૮
નિકોલસ નિકલ્ટી “પણ એ તો કૅની ને હું સાથે ભણેલાં એટલે,” મટિલ્ડા બોલી. | નિકોલસે હવે પૂછયું, “પણ તમે તમારી ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું ને કે, મિસ વિયર્સ તમારી સાથે જ લંડન આવ્યાં છે, અને તમારી ભેગાં જ ઊતર્યાં છેતે અહીં કેમ દેખાતાં નથી? મને તો બીક જ હતી કે, અહીં પણ મારે તેમનો ભેટો થઈ જવાનો!”
“હા, હા, એ તો અમારા લગન વખતે મારી ધણિયાણીની વહુ-સખી” બની હતી, એટલે અમે તેનેય મજા કરવા લંડન લેતાં આવ્યાં,” એમ કહી આગળ બ્રાઉડી બોલ્યો; “એ બિચારી કોઈ દહાડો કોઈની વહુ તો બનવાની નથી, એ લખી રાખો!”
જાઓ, જાઓ, એવું શું બોલ્યા કરો છો?” મિસિસ બ્રાઉડીએ પતિને જરા ડાર્યો.
“લે ભાઈ, ત્યારે કયો ભાગ્યવાન એ રતન પામશે, એ તો કહે!”
“જુઓ પાછા !” મિસિસ બ્રાઉડીએ છણકો કર્યો, પણ પછી તેણે નિકલ્ટી તરફ જોઈને કહ્યું, “તેને ને તમારે જે બધું પ્રેમ-પ્રકરણ જેવું બની ગયું હતું, એ વિચારીને જ આમણે તમને આજે રાતે અમને મળવા આવવા તેડાવ્યા છે. આજે તે તેના બાપને મળવા ગઈ છે; અને રાત પડયે તેને પાછી તેડવા આ પોતે
જશે ત્યારે તે પાછી અહીં આવશે; ત્યાં સુધીની નિરાંત છે. પણ મિ0 નિકબી, ફેની બાપડી ખરેખર એમ કહેતી હતી કે, તમે પોતે જ તેની સાથે પરણવા કબૂલ થયા હતા, અને થોડા વખતમાં તો તમારા વિવાહ પણ થવાના હતા.”
ના, ના, મેં કદી તેમના કુંવારા હૃદયને મારા તરફ ખેંચવાનો પ્રયત્ન જ કર્યો નહોતો, અને તેમણે શી રીતે માની લીધું કે—”
પણ એટલામાં તો એક તીણો અવાજ આવ્યો, “મારા બાપનું લોહી પીનાર આ રાક્ષસને હું પરણવાની હતી, હૈ? આ મારા પગ નીચેની ધૂળ સાથે, હે? રસોડાના ચીપિયાથીય જેને ન અડું,