________________
૨૩૪
નિકોલસ નિકબી પહેલી જ રાતે બરાબર નવ વાગ્યે પેલી યુવતી નહિ, પણ તેની - નોકરડી ત્યાં આવી અને ભાઈ ચાર્લ્સ સાથે થોડો વખત રોકાઈને પાછી ચાલી ગઈ. બીજે દિવસે પણ રાતના નવ વાગ્યે તે આવીને હાજર થઈ. - નિકોલસની ઈ તેજારી હવે ખૂબ જ વધી ગઈ. તેના પોતાનાથી તો તે નોકરડીની પાછળ જવાય તેમ નહોતું. એટલે તેણે પોતાના દોસ્ત ન્યૂમેન નૉગ્સને એનો પીછો પકડી, તે ક્યાં જાય છે તેનું ઠેકાણું જાણી લેવા તૈયાર કર્યો.
ન્યૂમેનને તો આ કામ ઘણું ફાવતું આવ્યું. પોતાનું મોં કોઈ ન દેખે તે માટે તેણે ટોપો કપાળ સુધી ખેંચ્યો, અને ચિયરીબલ બ્રધર્સની પેઢીના બારણા સામે ઊભા રહી ચોકી ભરવા માંડી. એક નોકરડી બારણું ઉઘાડીને જેવી ઘરની બહાર નીકળી કે તરત ન્યુમૅને તેનો પીછો શરૂ કર્યો, અને તે નોકરડી પોતાને ઘેર પહોંચે તે પહેલાં તો ન્યૂમેને તેની દોસ્તી પણ કરી દીધી; અને પોતાના મિત્ર નિકોલસનું વર્ણન કરી, તે તેની માલિકણના પ્રેમમાં પડી ગયો છે, માટે તેને તેની માલિકણની મુલાકાત ગમે તેમ કરી મેળવી આપવા વિનંતી કરી. પેલી નોકરડી ઘણી નવાઈ પામી, અને ઘણી રાજી પણ થઈ. કારણ કે, તેની માલિકણની મા ગુજરી ગઈ હતી, અને તેનો પિતા તેની માલિકણના ઉપર બહુ ત્રાસ ગુજારતો હતો. એટલે આવા કોઈ જુવાનની મુલાકાતથી તેના ઉદ્ધારનો માર્ગ નીકળે તો સારું, એવું તે નોકરડી ઈચ્છતી હતી. તેની માલિકણનો જંગલી પિતા રાતે અગિયાર વાગ્યે રખડવા બહાર જતો તે વખતે પાછલે બારણેથી બંનેનો પોતાની માલિકણ સાથે મેળાપ કરાવી આપવાનું તેણે ન્યૂમેન સાથે નક્કી પણ કર્યું.
નિકોલસ પોતાના મિત્રે બજાવેલી આ વિશેષ સેવાથી ખૂબ રાજી થયો. અને બંને જણા તૈયાર થઈ નક્કી કરેલ વખતે પેલી યુવતીને ત્યાં જવા તૈયાર થઈને નીકળ્યા. પરંતુ ચાલતાં ચાલતાં રહે નિકોલસને