________________
પ્રેમ-પંથ
૨૩૩
નેડ તરત જ, “શું છે? ભાઈ શું છે?” કહેતા અંદર દોડી આવ્યા; અને પેલી યુવતીને ખુરશીમાં ફસડાઈ પડેલી જોઈને બોલ્યા, “શું થયું, હેં? શું થયું?”
66
“હમણાં કશું વધુ ન બોલશો, ભાઈ નેડ; આપણી બાઈને ઝટપટ બોલાવો; ઉપરાંત ટિમ લિકિનવૉટરને; અને તમે મિ નિકલ્બી, આ ઓરડામાંથી જરા બહાર જાઓ, હું વિનંતી કરું છું.”
નિકોલસ તરત બહાર નીકળી ગયો, અને પોતાની કૅબિન તરફ વળ્યો. તેટલામાં ઘરની બુઢ્ઢી બાઈ તથા ટિમ લિકિનવૉટર પેલા કમરા તરફ દોડી જતાં તેને રસ્તામાં મળ્યાં.
એક કલાક સુધી ટિમ લિકિનવૉટર પાછો ન ફર્યો. એ દરમ્યાન નિકોલસ પેલી સુંદર યુવતી વિષે તેમ જ તે અહીં આમ શા માટે આવી હશે – આ ચિયરીબલ બ્રધર્સને એ યુવતી સાથે શો સંબંધ હશે, વગેરે કલ્પનાઓ મનમાં ઘોળતો બેસી રહ્યો.
=
છેવટે જ્યારે ટિમ લિકિનવૉટર પાછો આવ્યો, ત્યારે નિકોલસે તેને ઘણા ઘણા પ્રશ્નો પૂછયા. પણ તેને તરત સમજાઈ ગયું કે, એ કશા વિષે તેની પાસેથી માહિતી મળવાની આશા રાખવી ફોગટ છે.
બીજે દિવસે તે યુવતી પાછી અહીં આવે છે કે નહિ, તે જોવા તેણે ઘણો પ્રયત્ન કર્યો; અને એમ લાગલાગટ ઘણા દિવસ સુધી કર્યું. એ દરમ્યાન બે કે ત્રણ વખત તેને દૂર કશા કામે મોકલી દેવામાં આવ્યો હતો; અત્યાર સુû એ કામો ટિમ લિકિનવૉટર જ કરતો. એટલે નિકોલસને સમજાઈ ગયું કે, જ્યારે જ્યારે પેલી યુવતી આવતી હશે, કે તેને બોલાવવામાં આવી હશે, ત્યારે જાણી જોઈને તેને બહાર દૂર મોકલી દેવામાં આવ્યો હતો. આ બધાથી એ યુવતી વિષેની તેની જિજ્ઞાસા વિશેષ વધી ગઈ.
આ દરમ્યાન આ પેઢીનો જર્મનીનો એક દલાલ કાચો પડતાં, એના હિસાબો તપાસવામાં અને તૈયાર કરવામાં એક અઠવાડિયા સુધી રાતના દશ દશ વાગ્યા સુધી નિકોલસને ટિમ સાથે રોકાવું પડે એમ થયું.