________________
૨૩૨
નિકોલસ નિકલ્બી
વિચાર્યે ‘હા’ કહી દીધી; જોકે દશ મિનિટ પહેલાં જ તેણે તેમના કમરામાં કોઈને જતાં જોયું હતું !
“મારે આ કાગળ તેમને આપવાનો છે,” એમ કહી નિકોલસ તેમના કમરા પાસે પહોંચી ગયો, અને બહારથી તેણે ટકોરા માર્યા. અંદરથી કશો જવાબ ન મળ્યો.
ફરીથી ટકોરા માર્યા; છતાં કોઈ બોલ્યું નહિ.
“મિ૦ ચિયરીબલ જરૂર અંદર નહીં હોય; એટલે હું આ કાગળ તેમના ટેબલ ઉપર જ મૂકતો જાઉં,” એમ કહી નિકોલસ બારણુ ઉઘાડી અંદર દાખલ થયો. પણ તે જેવો અંદર પેઠો તેવો જ બહાર નીકળી જવા પાછો વળ્યો, – કારણ કે અંદર એક યુવતી મિ∞ ચિયરીબલ સામે ઘૂંટણિયે પડી હતી અને મિ∞ ચિયરીબલ તેને ઊભી થવા વિનંતી કરતા હતા, તથા પેલી યુવતીની નોકરડી જેવી એક પ્રૌઢ બાઈ પણ તેને તેમ કરવા કહે, એમ જણાવતા હતા.
નિકોલસ થોથવાતાં થોથવાતાં માફી માગવા જેવું કરીને પાછો વળતો હતો, તેવામાં પેલી યુવતીએ પોતાનું માં તેની તરફ ફેરવ્યું. નિકોલસ તરત તેને ઓળખી ગયો – પેલી રજિસ્ટર-ઑફિસે નોકરી શોધવા આવેલી યુવતી જ તે હતી. પણ આટલે દિવસે તેને અહીં જોઈને તથા કંઈક તેના મધુર સૌન્દર્યથી ખેંચાઈને તે જડસડ થઈને ત્યાં જ ઊભો રહી ગયો!
66
‘વહાલાં બહેન, એક શબ્દ પણ ન બોલશો, મારી વિનંતી છે. તમે જલદી ઊભાં થઈ જાઓ – જુઓ છોને કે, અહીં આપણે એકલાં નથી. ”
આમ કહી, મિ∞ ચિયરીબલે તે યુવતીને ઊભી કરી, પણ તે તરત જ લથડિયું ખાઈ ખુરશીમાં ગબડી પડી.
“બેભાન બની ગયાં, શું?” એમ કહેતો નિકોલસ ઝટ આગળ
આવ્યો.
“બિચારી ! બિચારી! ભાઈ નેડ, જલદી અહીં આવો!”