________________
પ્રેમ-પંથ
૨૩૧ ચાલુ જ રાખત; પણ તેણે અચાનક સ્માઇક સામે જોયું, તો તે બિચારો પોતાનું મોં બંને પંજા વડે દાબી, રડી રહ્યો હતો. ન્યૂમેનને નવાઈ તો લાગી, પણ તે બોલ્યો, “મને પણ એ ભલી બહેનને જે જે કસોટીઓમાંથી પસાર થવું પડયું છે, તે જોઈ ઘણી વાર રડવું આવી ગયું છે. તેના જેવી યુવતી તો રાજરાણી થવી જોઈએ, રાજરાણી!
પછી સ્માઇકને ઓરડામાં જ બારણું બંધ કરી બેસી રહેવાનું કહી, ન્યૂમેન નિકોલસને ત્યાં જઈ, સ્માઇક જડયાની ખબર કહેવા જવાનો વિચાર કરવા લાગ્યો. પણ સ્માઇક એટલો ગભરાઈ ગયો હતો કે, એ ઘરમાં એકલો બેસી રહેવા હરગિજ તૈયાર ન થયો. એટલે છેવટે તેને સાથે લઈને જ ન્યૂમેન નિકોલસને ત્યાં જવા નીકળ્યો.
સ્માઇક ખૂબ જ થાકી ગયો હોવાથી તેનાથી ઉતાવળે ચાલી શકાતું ન હતું. એટલે સૂર્યોદય થવાને થોડી જ વાર બાકી હતી તે અરસામાં જ તેઓ નિકોલસને ઘેર પહોંચી શક્યા.
સ્માઈકને પાછો આવેલો જોઈ, તે કુટુંબમાં ભારે આનંદ અને ધમાલ મચી રહ્યાં; તથા સૌની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.
પ્રથમ તો નિકોલસને એમ જ લાગ્યું કે, સ્માઇકનું આ અપહરણ કરાવવામાં તેના કાકા રાફનો જ હાથ હોવો જોઈએ. પણ બધી વાત સાંભળી લીધા પછી તેને લાગ્યું કે, આ પરાક્રમ એકલા સ્કિયર્સનું પણ હોઈ શકે. પણ જોન બ્રાઉડીને મળીને બધી વાતનો તાગ મેળવવાનું મનમાં નક્કી કરી, પોતાની નોકરીએ જવાનો વખત થતાં તે પ્રથમ ત્યાં જવા નીકળ્યો.
નિકોલસ ઑફિસે જઈ કામે વળગ્યો. દરમ્યાન બહારનું કોઈ કામ પતવી આવ્યા બાદ મિત્ર ચાર્લ્સ ચિયરીબલને મળવાનું હોવાથી, તેણે ટિમ લિકિનવૉટરને પૂછયું કે, તે તેમના ઓરડામાં એકલા છે કે કેમ? ટિમ કંઈક વિચારમાં હતો કે કોણ જાણે, પણ તેણે વગર