________________
૨૩૦
નિકોલસ નિકલ્બી
તે નીચે દોડયો અને સ્માઇકને જોતાં જ તેને પકડી, દોડતો દોડતો પોતાની ઓરડીમાં ખેંચી લાવ્યો. સ્માઇક અંદર આવ્યા બાદ પોતાના કમરાના બારણાને અંદરથી તેણે બંધ કર્યું, ત્યારે જ તેનો શ્વાસ હેઠો બેઠો. પછી સ્માઇકને ખુરશીમાં દબાવીને બેસાડી દઈ, તેણે એક મોટો જગ ભરીને જિનનું મિશ્રણ તૈયાર કર્યું, અને દવા પીવા આનાકાની કરતા બાળકને ધમકાવીને પાઈ દે તેમ, તે બધું તેણે સ્માઇકના ગળામાં રેડી દીધું!
ત્યાર બાદ તેણે સ્માઇકને બધી વાત માંડીને કહેવા જણાવ્યું. સ્ક્વેિયર્સનું નામ આવતાં જ ન્યૂમૅન ચાંકયો; પણ પછી જૉન બ્રાઉડીએ કેવી રીતે તેને છોડાવ્યો તેની વાત આવી, ત્યારે ખુરશી ઉપર બેસી જઈ તે પોતાના પંજા વડે ઢીંચણ ખૂબ જોરથી ઘસવા લાગ્યો, અને ખડખડાટ હસી પડયો. ત્યાર બાદ તેણે ભારે ઇંતેજારીથી સ્માઇકને પૂછ્યું, તારા નીકળી ગયા પછી બ્રાઉડી અને સ્ક્વેિયર્સ વચ્ચે બરાબરની મારામારી થઈ હશે, નહીં?”
66
પણ સ્માઇક એ બાબત વિષે કશો પ્રકાશ નાખી શકે તેમ ન હોવાથી, ન્યૂમૅને પછી નિકોલસ, મિસિસ નિકલ્બી તથા મિસ નિકલ્બીને તેના ગુમ થવાથી થયેલી ચિંતાનું અને નિકોલસે કરેલી ખોળાખોળીનું વર્ણન કરી બતાવ્યું.
સ્માઇકે બીતાં બીતાં વચ્ચે જ ન્યૂમૅનને અટકાવીને પૂછયું, “મિસ નિકલ્બીને પણ મારી ચિંતા થતી હતી?”
66
હા, હા; ખૂબ જ; તેમના જેવી કોમળ હૃદયની યુવતીને ન
થાય?”
(6
‘હા, હા, ખરી વાત.
“તે કેવાં ભલાં અને મધુર છે!”
""
""
“સાચું કહ્યું.
“અને છતાં કેવાં બહાદુર અને મદદ કરવા દોડી જાય તેવાં છે!” અને ન્યૂમૅન કેટને માટે એમ જ અનેકાનેક વિશેષણો બોલવાનું