________________
૨૨૯
પ્રેમ-પંથ અર્ધા કલાક બાદ બ્રાઉડી પાછો પોતાની પથારીમાં આવી મોઢે માથે ઓઢીને સૂઈ ગયો. પણ ઓઢી રાખેલી તેની રજાઈ આખો વખત એવી ઊછળતી હતી કે, બહારથી જોનારને એમ જ લાગે કે, તેની બીમારી હદ બહારની વધી ગઈ છે. રજાઈ ઊંચી કરીને તેનું મોં જુએ તોપણ લાલ લાલ થઈ ગયેલું જ દેખાય! પણ તે હસવાથી કે તાવથી, એ નક્કી કરવું અજાણ્યા માટે મુશ્કેલ થઈ પડે.
૪૫ પ્રેમ-પંથ
સ્માઈક એક વખત પેલા રાક્ષસોના પંજામાંથી છૂટયો, એટલે પછી બનતી ઉતાવળે આ લોકોથી દૂર ભાગી છૂટવા માટે તેને બીજી વાર કોઇએ કહેવાની જરૂર ન હતી. તે કયે રસ્તે ભાગતો હતો તે જોવાની પણ તેણે પરવા ન કરી. તેણે એટલો જ વિચાર રાખ્યો છે, જે રસ્તે તેઓ તેનો પીછો પકડવાનો વિચાર ન કરે તેવો રસ્તો જ લેવો. એમ ભાગતો ભાગતો તે શહેર બહાર ખેતરો તરફ જ આવી ગયો.
પછી અંધારું થવા લાગતાં, અંધારાની ઓથે તે પોતાના ઘર તરફ પાછો ફરવા વળ્યો. તેણે દશ બાર માઈલનો મોટો ચકરાવો લીધો હતો. વહેમ ન આવે તેવા લોકોને પૂછતો પૂછતો તે મોડી રાતે ન્યૂમેન નૉઝને મકાને પહોંચ્યો; અને બારણું ઠોક્યું.
ન્યૂમેને તે આખી સાંજ જુદી જુદી ગલી-કૂંચીઓમાં સ્માઈકની તપાસ કરવામાં જ ગાળી હતી; અને નિકોલસ શહેરના બીજા ભાગ તરફ એની જ તપાસ ચિંતાતુર થઈ હજુ ચલાવી રહ્યો હતો.
ન્યૂમેન ખિન્ન થઈ છેવટે વાળુ કરવા બેઠો હતો, તેવામાં બારણા ઉપર ટકોરા સાંભળી હાંફળો ફાંફળો ઊઠયો. દાદરનાં પગથિયાં ઠેકતો