________________
નિકોલસ નિકબી
66
'મદદ કરું? પણ અલ્યા, તને ગાડીમાં નાખીને લઈ આવ્યા ત્યારેય તેં તારા દાંત તો ન વાપર્યા, પણ તારી જીભેય ન વાપરી? ગુપચુપ સીધો ઘોડાગાડીમાં વરરાજાની પેઠે બેસીને અહીં ચાલ્યો આવ્યો? મા’ળો છેક આવો મુડદાલ કયાંથી?”
૨૨:
પણ પછી બ્રાઉડીએ ઝટપટ ખીસામાંથી એક નાનો સ્ક્રૂ-ડ્રાઇવર કાઢી, અંદરથી બારણાની કળ છૂટી કરી કોટડીમાં જ નીચે મૂકી, જેથી સ્માઇકે જ તે કામ કરેલું લાગે અને પોતાના માથે કશું ન આવે! પછી બહાર પડેલા સ્માઇકના બૂટ અને કોટ તેને પહેરાવી દઈ, સાથે દાદર ઊતરી, પાછળનું બારણું ઉઘાડી, ત્યાંથી તેને ભાગી જવા જણાવ્યું.
સ્માઇક બિચારો જરા ખચકાયો; પણ બ્રાઉડીએ તેને કહ્યું, “જો, અલ્યા, હું અહીં દાદર આગળ જ ઊભો રહીશ; પેલાઓ તને જોઈ જશે ને તને ઝાલવા આવશે, તો તો મારે મારામારી કરવી પડશે; દરમ્યાન તું તો ભાગતો જ રહેજે. તેઓને કશી ખબર નહીં પડે, તો પણ અર્ધા કલાક હું અહીં જ ઊભો રહીશ. દરમ્યાન તારા પગને સાબદા કરીને બરાબર તગેડજે, સમજ્યો? અને તારા ભાઈ નિકોલસ નિકલ્બી પાસે સીધો પહોંચીને પહેલું કામ તારે એ કરવાનું કે, તેમને મારું નામ દઈને કહેજે કે, મારી બૈયર સાથે મેં લગન કરી દીધું છે; તેની ઉપર તેમણે ભાવ કર્યો હતો, તે વાતનું મને કશું માઠું નથી લાગ્યું; કારણ કે, મારી બૈયર જ જરા આળવીતરી છે, અને તેણે તોફાન કરી મને ચીડવવા જ તેમની ઉપર ભાવ કરવાનો દેખાવ કર્યો હતો. સમજ્યો અલ્યા? મારું એટલું કામ કરીશ ને ?”
એટલું કહી બ્રાઉડીએ તેને પૂરી સ્વસ્થતાથી ગુપચુપ બહાર વિદાય કરી દીધો અને પોતે દાદર આગળ બરાબર અર્ધો કલાક ઊભો રહ્યો. પાસેના ઓરડામાં અંદર બેઠેલાઓની વાતચીતના અવાજ ઉપરથી જણાતું હતું કે, તે લોકોને કશો વહેમ આવ્યો નથી.