________________
નિકોલસ નવું પાનું ખોલે છે
૧૪૯ “મને જરા પણ યાદ આવતું નથી.” સ્માઈક બિચારો માથું ધુણાવીને બોલ્યો, “મને પહેલાં થોડુંક થોડુંક યાદ હતું, પણ હવે છેક જ તે ચાલી ગયું છે.”
પણ તને યાદ હતું એટલું તો યાદ છે ને! તો શું કે કેવી જાતનું યાદ હતું, તે વિચારી જો ને! જો, હું તને યાદ લાવવામાં મદદ કરું? તું પ્રથમ એ યાદ કર કે, યૉર્કશાયર તું પહેલપ્રથમ આવ્યો, ત્યારે વરસાદ હતો કે તડકો?”
ખૂબ વરસાદ પડતો હતો; અને જ્યારે જ્યારે ખૂબ વરસાદ પડે છે ત્યારે હજુ પણ મને લાગે છે કે, હું જે રાતે ત્યાં પહોંચ્યો હતો તે રાત જેવો વરસાદ પડે છે.”
હાં, તું રાતે ત્યાં પહોંચ્યો હતો ખરું ને?” - “હા, હું ખૂબ રડતો હતો અને તેથી બધા મારી આસપાસ ભેગા થઈ ગયા હતા.”
“પણ તું ત્યાં એકલો તો નહિ જ ગયો હોય ને?”
“હું? ના, મારી સાથે એક કાળો બિહામણો માણસ હતો. નિશાળના છોકરા પણ એવું જ કહેતા હતા. મને એનાથી છૂટા પડવાનું બહુ ગમ્યું હતું; મને તેની બહુ બીક લાગ્યા કરતી. પરંતુ નિશાળમાં આવ્યા પછી તો એ લોકોની બીક મને તેના કરતાં વધુ લાગતી; એટલે કોઈ કોઈ વાર હું એને શરૂઆતમાં યાદ કરતો.”
પણ જો, મારી સામે જોઈને કહે કે, તને કોઈ સ્ત્રીનું મોં યાદ આવતું નથી, કે જે તારા ઉપર ઝૂમીને તને જોતી હોય, ચુંબન કરતી હોય, તેડતી હોય, રમાડતી હોય?”
“ના, કોઈ પણ નહિ.”
“અને યૉર્કશાયરના મકાન વગર બીજા કોઈ મકાનની પણ તને યાદ આવતી નથી?”
“ના; પણ એક ઓરડી મને યાદ આવે છે. છેક છાપરા તરફની એ એકાંત ઓરડી હતી, જેમાં હું એકલો સૂતો સૂતો તેની છત તરફ