________________
૧૫૦.
નિકોલસ નિકલ્ટી જોયા કરતો. એ છાપરામાં એક ડોકા-બારી જેવું હતું, તેમાંથી કશુંક આવી પડશે એવી બીક મને કાયમ લાગ્યા કરતી; એટલે હું એકલો સૂતો હોઉં ત્યારે એ માથે ઓઢી લેતો. એક જૂનું ઘડિયાળ પણ એક ખૂણામાં હતું.”
૨ .
એક ગામ આવતાં સસ્તી વીશીમાં પડી રહેવા તેઓએ બે પથારીઓ ભાડે રાખી, અને તેઓ ઘસઘસાટ ઊંધ્યા. ત્યાર પછીનો દિવસ ટેકરીઓ ઉપર ચડ-ઊતરનો દિવસ હતો. આખો દિવસ તેઓએ વણથોભ્યા ચાલ્યા કર્યું. છેવટે સ્માઇકથી ચલાય તેવું ન રહ્યું ત્યારે, પોર્ટ
સ્મથથી બારેક માઈલ દૂર રસ્તા ઉપરની એક વીશીમાં તેઓએ ઉતારો કર્યો. ત્યાં બીજું કશું ખાવાનું તૈયાર મળે તેમ તો હતું નહિ; પણ વીશીવાળાએ કહ્યું કે, પહેલાં આવીને ઊતરેલા એક સદગૃહસ્થ જે કંઈ ખાવાનું રાંધવાનો ઓર્ડર આપ્યો છે, તેમાં તમે ભળી જઈ શકો છો. અને વીશીવાળો તો એ સગૃહસ્થની સાથે જ તેમને જમણનું પીરસવાની પરવાનગી પણ લઈ આવ્યો. | નિકોલસ અને સ્માઇક પોતાની બચકીઓ લઈ, એ સદ્ગુહસ્થના ઓરડામાં પહોંચ્યા, ત્યારે તેમણે ખરેખર નવાઈનો જ દેખાવ જોયો. મિત્ર ક્રમલ્સ નામે એ સહસ્થ એક નાટક-મંડળીના માલિક હતા, અને એક બાજુએ બેઠા બેઠા ખલાસી અને સૈનિકનો પોશાક પહેરેલા બે જવાનિયાઓની લાકડાની તલવારવાળી પટાબાજીનું નિરીક્ષણ કરતા હતા.
નિકોલસ અને સ્માઈકને આવેલા જોઈ, હસતાં હસતાં તેમને ચૂપ રહેવાની નિશાની કરી, મિ0 ક્રમશે એ નિરીક્ષણમાં જોડાવા આમંત્રણ આપ્યું. નિકોલસે જોયું કે, પેલા બે જણા, પ્રેક્ષકોની સામે જ ખડા હોય, અને પ્રેક્ષકોની વાહવાહ મેળવવા કરતા હોય, એ રીતનો અભિનય કરી રહ્યા હતા.