________________
લગ્નનો દિવસ
૩૦૭ “હું? ના, ના, ઊલટો, મેં ‘ચોર', 'ચોર’, ‘મા’, ‘ધા કરીને તેને ડરાવી મૂક્યો.”
પણ, લગન પછી તમારી જુવાન બૈરીને એ બધા સુંદર જવાનિયાઓના હાથમાંથી બરાબર સાચવી જાણજો; નહિ તો, તમારે પૈસે તમારી બૈરી બીજાઓ સાથે મજા કર્યા કરશે!”
“બરાબર સાચવીશ વળી; એમ તે કોઈના શા ભાર છે કે, મારા જીવતાં મારી બૈરીને ઉડાવી જાય!”
ઠીક, હવે તમારે ખુશી થવાનો વખત નજીક આવતો જાય છે; તો કરાર પ્રમાણે મને પૈસા ચૂકવી દો!”
આહા! કેટલી ઉતાવળ કરો છો, ભાઈસાહેબ? બાર વાગ્યે આપવાના છે તે ત્યારે આપીશ જ.”
પણ અત્યારે આપશો તો શું બપોરના બાર સુધી વ્યાજખાધા જશે એમ? એ એક કામ પતી જાય તો પછી આપણે નિરાંતે બીજા કામમાં મન પરોવી શકીએ ને?”
પણ તો અત્યારે વહેલા પૈસા મળશે તેથી તમનેય શું વ્યાજ મળી જવાનું છે, ભાઈસાહેબ? તેના કરતાં કામની વાત જ પહેલી કરી લઈએ તે શું ખોટું?”
ઠીક છે, ઠીક છે, આપણને બંનેને એકબીજા ઉપર વિશ્વાસ છે, એટલું જ ઘણું છે.”
પછી બંને જણ ભાડાની ઘોડાગાડીમાં બેસી ભાવી વહુને ઘેર પહોંચી ગયા.
કોઈ તેમનો સત્કાર કરવા સામે આવે તેમ તો હતું નહિ; એટલે બંને દાદર ચડી ઉપર ગયા.
બ્રે તેમને આવેલા જોઈ, ઝટપટ તૈયાર થવા ઉપર ગયો.
પણ એટલામાં દાદર ઉપર બીજો કોઈ માણસો ચડતાં હોય એવો અવાજ સંભળાયો, અને થોડી વારમાં નિકોલસ તથા કેટ ઓરડામાં દાખલ થયાં.