________________
અવનવી મુલાકાતો
૨૫ નહિ. માત્ર તેણે એટલું વધારામાં કહ્યું કે, રાફ તે માણસને તેની સાથે ફરતો જોઈ ગયો છેપણ પોતે પહેલેથી વિચારી રાખેલી રીતે તેને જવાબ આપી દીધો હોવાથી, તેને બીજો કંઈ વહેમ ગયો નથી. | નિકોલસ અને તે બંને હવે એક રેસ્ટોરાંમાં જઈને બેઠા, અને નિકોલસે નૉઝને તેનું વહાલું પીણું પિવરાવ્યું. તે વખતે નૉઝે નિકોલસને કહ્યું કે, “પહેલી વખતે મને પેલી નોકરડીની પાછળ જવાનું કામ તમે સોંપ્યું હતું, ત્યારે હું તમને ભલતી જ બાઈને ઘેર લઈ ગયો હતો, ખરું?” એમ કહી, તે પ્રસંગ યાદ કરી, બંને જણ ખૂબ હસ્યા.
પછી નોંઝે પૂછયું, “હું તો ભૂલથી તમને મિસ સેસિલિયા બૉન્સ્ટરને ત્યાં લઈ ગયો હતો, પરંતુ તમારે જેને ત્યાં જવાનું હતું, તેનું નામ શું હતું, ભાઈ?”
મેડલીન.” “મેડલીન? કઈ મેડલીન? તેના બાપનું નામ, મને જલદી કહી દો,” ન્યૂમેને જરા ચકીને પૂછયું.
“મેડલીન બે”, નિકોલસે પણ નવાઈ પામી કહ્યું.
“તો તમે ભાઈ, હજુ બેસી કેમ રહ્યા છો? તેને તો એક ઘરડા ખચ્ચર સાથે પરણાવી દેવાનું કાવતરું રચાયું છે! શું તમે તેને બચાવવા પ્રયત્ન પણ નહિ કરો?”
શી વાત કરો છો? લગ્ન? ગાંડા બાંડા થયા છો કે શું?”
“તમે ગાંડા છો! તે ગાંડી છે! તમે આંધળા, બહેરા, મૂંગા, લાગણીહીન, જડ છો! તમારા કાકાની મદદથી, તમારા કાકા કરતાં ખરાબ એવા ખવીસ સાથે,– અને તે પણ ઘોરમાં સૂવા જવાની પૂરી તૈયારીવાળા સાથે,–તેને લિવર વો પરણાવી દેવાની છે, અને તમે બેસી રહ્યા છો? તેને બચાવવા પ્રયત્ન પણ નહિ કરો? તમે આવા ક્રૂર ઘાતકી છો, એવું હું નહોતો માનતો!”