________________
૨૯૪
નિકોલસ નિકલ્ટી જે વાત કરવી છે, તે બંધબારણે કરવાની છે અને તે માને છે કે તેની એ વાત સાંભળ્યા પછી તમારું મોં કે તમારું તેના પ્રત્યેનું વર્તન આવું નહિ રહે.”
“અરે, એ તો આળસુ હરામજાદો છે. કરેલા ગુનાઓની સજા ભોગવવા તેને દરિયાપાર જવું પડ્યું હતું, ત્યાંથી તે પાછો દેશમાં આવ્યો છે, –પણ તે ફાંસીને માંચડે જઈ પહોંચવા માટે જ, એમ સમજી રાખ. એટલે મારે તેનું કશું કામ નથી. હવે તને મળે તો પાસેના પોલીસને જઈને સોંપી દેજે અને કહેજે કે, ધાકધમકીઓ આપી પૈસા કઢાવવા માગે છે. પછીનું હું જોઈ લઈશ, સમજ્યો?”
“મેં સાંભળ્યું.” “બસ ત્યારે, એટલું કરીશ તો હું તને ઇનામ આપીશ.” નૉઝ ઑફિસેથી રાતે છૂટીને સીધો, નિકોલસ નીકળે તેની રાહ જોતો, ચિયરીબલ બ્રધર્સની પેઢીના બારણા સામે જ નળ પાછળ જઈને ઊભો રહ્યો. પોતે નિકોલસનો મિત્ર છે કે તેને મળવા આવ્યો છે,
એવું કહી, પોતાના મિત્રની આબરૂ તે ઓછી કરવા નહોતો ઇચ્છતો. કંગાલિયતને કારણે તેનાં કપડાં એવાં હતાં કે, કોઈ પણ માણસને તેની શરમ આવે, એવું તે માનતો.
વખત થતાં નિકોલસ બહાર નીકળ્યો કે તરત નોંઝે તેને પકડ્યો. નિકોલસ તેને આવેલો જોઈ રાજી થયો ને બોલ્યો, “ભાઈ, હું તમને જ યાદ કરતો હતો, ત્યાં જ તમે આવી મળ્યા!”
બરાબર, હું પણ તમને જ યાદ કરતો હતો; આજે મારે તમને મળવું જ હતું. તમારા કાકાને લગતી કંઈક ગુપ્ત વાત મળી છે. પણ મને હજુ તેની પૂરી વિગત મળી નથી. પણ મને કંઈક વહેમ જાય છે ખરો. એક માણસ મને મળ્યો છે, તે એવી કંઈ વાત કહે છે, કે જે સાંભળી મને ભારે મૂંઝવણ થઈ આવી છે.” | નિકોલસે નોંઋને પ્રશ્નો પૂછીને એ ગુપ્ત વાતનું કંઈક સ્વરૂપ પામવા પ્રયત્ન કર્યો, પણ નૉગ્સ પાસેથી તે કશું વધુ જાણી શક્યો