________________
અવનવી મુલાકાતો
૨૯૩
“હું બ્રેને આજે સવારે મળી આવ્યો છું. કાલ પછીનો દિવસ લગ્નના દિવસ તરીકે નક્કી કર્યો છે. આપણે સાથે જ જઈશું. તમે સવારના સાતે મારે ત્યાં આવી રહેજો. દરમ્યાન, બ્રેની છોકરીની મુલાકાતો લેવાનું બંધ કરી દેજો. તે કંઈ તમારા વિના સુકાઈ જતી નથી; અને તમારે તમારો યુવાનીભર્યો તનમનાટ અડતાલીસ કલાક દબાવી રાખવો, એવી મારી સલાહ છે. તેના બાપ માંડ તેને મનાવી-પટાવીને તમારા તરફ વાળવા પ્રયત્ન કરે છે, ત્યારે તમે તમારા વાંદરવેડાથી બધું બગાડી નાંખો છો. – રાલ્ફ નિકલ્બી.”
૫૭
અવનવી મુલાકાતે
૧
રાફ્ની ચિઠ્ઠીના જવાબમાં ગ્રાઈડે લખી આપેલી ચિઠ્ઠી લઈ નૉગ્ઝ રાલ્ફ પાસે આવ્યો, ત્યારે તેણે તે વાંચી લીધા બાદ, અચાનક નૉઝને પૂછયું, “ અલ્યા, તારી સાથે કાલે રાતે શેરીમાં કોણ હતું?”
“હું નથી ઓળખતો. તે અહીં બે વખત તમને શોધતો આવ્યો હતો; તમે બહાર ગયેલા હતા. તે ફરી આવ્યો; તમે તેને જાતે જ કાઢી મૂકયો. તેનું નામ તેણે બ્રૂકર જણાવ્યું હતું.”
66
“હા; પણ પછી?”
“પછી શું? તે આસપાસ ફરતો જ રહે છે, અને હું શેરીમાં નીકળું એટલે મારો પીછો પકડે છે. હું તેને તમારી ભેગો કરી આપું તે માટે તે મને સમજાવ સમજાવ કરે છે. તે કહે છે કે, એક વખત તમારે તેને ભેગા થયા વિના ચાલે તેમ જ નથી.
,,
“અને તું તેનો શો જવાબ આપે છે, વારુ? ?”
“મેં તેને કહ્યું કે, ‘એ મારું કામ નહિ. તે જ્યારે શેરીમાં થઈને જાય, ત્યારે તું જ તેમને પકડજે ને !' પરંતુ તે કહે છે કે, મારે