________________
૨૯૨
નિકોલસ નિકલ્ટી છે; અને ઘર બેઠાં વેપારીઓ આવીને તે બધું રોકડા પૈસા આપીને લઈ જાય છે. આપણે તેને નવરી શું કામ બેસી રહેવા દઈશું? એની પાસે એના બાપ કરતાં વધુ કામ લઈએ તો જ આપણે ખરા!”
“પણ, તમે ઘરડે ઘડપણ જુવાન રૂપાળી સ્ત્રીના હાથમાં રમકડું નહિ બની જાઓ, એની શી ખાતરી? અત્યારથી જ જુઓને તમારાં લક્ષણ!”
“ના રે ના! રૂપાળી સ્ત્રી પણ મને રમકડું શું બનાવી જવાની હતી? કે તારા જેટલી કદરૂપી ડાકણ પણ!” વાક્યનો છેલ્લો ભાગ તે પેલી ન સાંભળે તેવી રીતે બોલ્યો હતો. પણ પેલી ડોસી તો તેના હોઠ હાલેલા જોઈ ગઈ હતી. તે બોલી ઊઠી –
“હું ન સાંભળું તે માટે કશુંક ધીમેથી તમે બોલ્યા, ખરું ને?”
“અરે, આ ડાકણ ભારે ચાલાક બાઈ છે!” ગ્રાઈડ ધીમેથી ગણગણ્યો; પણ પછી માં મરડીને તે મોટેથી બોલ્યો, “હું તો બધી બાબતમાં તારા ઉપર જ વિશ્વાસ રાખું છું, એમ જ બોલ્યો હતો.”
“મારા ઉપર બધો જ વિશ્વાસ રાખશો, તો તો સુખી થશો.”
“તારા ઉપર વિશ્વાસ મૂકે, તો તો તું મને ઉઝરડીને ખાલી જ કરી નાંખે, એ હું બરાબર જાણું છું” – એ જવાબ ગ્રાઈડના ચહેરા ઉપર અંકાઈ રહ્યો. પણ ડોસલી તે સાંભળી જાય એ બીકે તે બોલ્યો નહિ. પછી તેણે લીલા કોટના થોડા ટાંકા ઊકલી ગયા હતા તે ભરી આપવાનું, અને એક કાળો પડી ગયેલો નેકલેસ પૉલિશ કરી આપવાનું તેને જણાવ્યું. “એ નેકલેસ લગનને દિવસે સવારે પેલીના ગળામાં પહેરાવીશું, અને પરણીને તે ઘેર આવશે એટલે કાઢી લઈ, પાછો તિજોરીમાં મૂકી દઈશું,” એમ કહી ગ્રાઈડ ખડખડાટ હસી પડ્યો.
એટલામાં બહારથી કોઈનો બારણું ખટખટાવવાનો અવાજ આવ્યો. તે નૉઝ હતો અને રાહુની ચિઠ્ઠી લઈને આવ્યો હતો. રાલ્ફ ગ્રાઈડને લખી જણાવ્યું હતું