________________
૨૯૬
નિકોલસ નિકલ્બી ભાઈ, તમે જરા સાંસતા થઈ મને વાત તો કરો; અને હું તમને વચન આપું છું કે, તેને કોઈ ઘરડા ખચ્ચર સાથે પરણતી અટકાવવા હું ગમે તે પ્રયત્ન કરી છુટીશ!”
ન્યૂમેને તરત જ, પોતાની અનોખી રીતે, અધૂરાં વાક્યોમાં અને પૂરક ચેષ્ટાઓ સાથે, આખી વાત કહી સંભળાવી. નિકોલસ તે જાણી મડદા જેવો ફીકો પડી ગયો, અને તરત જ બહાર દોડયો. - ન્યૂમૅન તેને રોકવા તેની પાછળ દોડયો, અને પોતે તેને પકડી શકે એમ ન લાગવાથી તેણે મોટેથી બૂમ પાડવા માંડી: “પકડો, પકડો, ચોર ભાગી જાય છે, ચોર!”
નિકોલસ સમજી ગયો કે, નૉઝ તેને ગમે તેમ કરીને રોકવા જ પ્રયત્ન કરવા માગે છે. એટલે, લોકો તેને ભાગી જતો ચોર ન માની લે, તે માટે જ તે થોભ્યો.
નૉઝ હાંફતો હાંફતો તેની પાસે આવી ગયો, એટલે નિકોલસે તેને કહ્યું, “મારે તેના બાપ પાસે-બે પાસે જ જવું છે, હું તેને આ લગ્ન ન કરવા સમજાવીશ.”
જરાય નહિ; એ માણસને સમજાવવા કરતાં ઘેર બેસી રહેવું શું ખોટું? તેને કોઈ સમજાવી ન શકે.”
“તો હું મારા કાકા રાફ પાસે જઈશ.”
“જરાય નહિ; એ એના કરતાં પણ ચડે એવો નકામો! તમારા કાકાને કોઈ ન સમજાવી શકે, અને તમે તો નહિ જ!”
“તો હું શું કરું એમ તમે ઇચ્છો છો, ભાઈ?” “ચિયરીબલ ભાઈઓ ક્યાં છે?” “બંને અગત્યના કામે બહારગામ ગયા છે.”
તરત જ પાછા બોલાવો.” “દરિયાની મુસાફરીમાં પવન અનુકૂળ હોય તો પણ જતાં ને આવતાં ત્રણ દિવસ થાય.”
“તો બીજું કાંઈ વિચારી કાઢો.”