SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી પાછા લિલીવીક ૨૯૭ “તો હું એ છોકરીને પોતાને મળીશ; અને મારા માલિકો બહારગામ છે, ત્યાં સુધી આ લગ્ન થોભાવવા તેને કહીશ. અને મારે તેનો સામાન ખરીદવા માટે તેની પાસે જવાનું તો હોય જ છે.” એ વાતમાં ન્યૂયૅનને કશો વાંધો ન હતો. પછી તે ત્યાંથી છૂટો પડયો. નિકોલસે તેને પોતાની સાથે ઘેર આવવા કહ્યું; પણ તે ખૂબ થાકી ગયો હતો, એટલે પોતાના ઘર તરફ જ વળ્યો. ૫૮ ફરી પાછા લિલીવીક પણ, ન્યૂમૅન ઘેર પહોંચ્યો ત્યારે તેને માટે બીજું કામ તૈયાર ઊભું જ હતું. મિસિસ ડૅન્વિઝે પોતાની મોટી દીકરી મિસ મૉલિનાના વધી ગયેલા વાળ કપાવવા તેને એક સારા હજામની દુકાને લઈ જવા નૉય્ઝને વિનંતી કરી. મિO કૅગ્વિગ્ઝ કામ પરથી ઘેર આવ્યા ન હતા; અને હજામની દુકાન એટલી દૂર હતી કે, મૉલિનાને એકલીને ત્યાં મોકલી શકાય તેમ ન હતું. થાકને કારણે ન્યૂયૅન પોતાને માટે તો જરાય હાલે તેવી સ્થિતિમાં ન હતો. પણ બીજાને માટે કામ કરવાનું હોય તો તે કદી મા ન પાડે. તરત તે મૉલિનાને લઈ પેલા હજામની દુકાને પહોંચ્યો. જુએ તો ત્યાં મિ∞ લિલીવીક એક ખુરશી ઉપર બેસી પોતાની હજામત કરાવતા દેખાયા ! મિ લિલીવીક તરત મૉલિનાને ઓળખી ગયા; પણ તેની સાથે બોલ્યા નહીં. મૉલિનાનું કેશપ્રસાધન પૂરું થયું, એટલે મિ∞ લિલીવીક મિ૦ કૅર્નિંગ્ઝને ઘેર જવા જ મૉલિના અને ન્યૂમૅનની સાથે જોડાયા. તેમણે ન્યૂયૅનને પૂછ્યું, “નૉગ્ઝ, પેલા સમાચાર જાણી એ લોકો બહુ અકળાયાં હશે, નહિ?” CC
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy