________________
૨૯૮
નિકોલસ નિકલ્ટી “કયા સમાચાર?” નૉઝે પૂછયું.
એસ્તો, મારા લગ્નનાસ્તો!” મૉલિના જ વચ્ચે બોલી બેઠી, “મા તો બહુ જ રડી હતી; અને પપ્પા બહુ ઢીલા થઈ ગયા હતા, પણ હવે સારા છે; હું પણ બહુ માંદી પડી ગઈ હતી, પણ હવે સારી છે.”
“બેટા, તારા દાદા લિલીવીક તને ચુંબન કરવા માગે તો કરવા દે ખરી?”
હા, હા, દાદાજી, જરૂર. પણ ‘તમારી” દાદીને કદી ન કરવા દઉં, ને હું તેમને ‘દાદી’ પણ ન કહું!”
તરત જ મિ0 લિલીવીકે મૉલનાને પોતાના હાથમાં ઊંચકી લઈને ચુંબન કર્યું. એટલામાં તેઓ ઘરની નજીક આવી ગયા હતા, એટલે મિ૦ લિલીવીકે મૉલિનાને તેડેલી જ રાખી અને ઘરમાં આવી મિત્ર અને મિસિસ કેન્વિચ્છ બેઠકમાં જ્યાં બેઠાં હતાં તેમની સમક્ષ જ પોતાના હાથમાંથી નીચે ઉતારી.
મિ૦ લિલીવીકને જોઈને મિસિસ કૅન્ડિઝ બેભાન થવાની તૈયારીમાં પડી, અને મિ. કૅવિચ્છ ગૌરવભેર ગંભીરતાથી ઊભા થઈ આડું જોઈ ગયા.
તેમને સંબોધીને મિ0 લિલીવીકે કહ્યું, “કેન્વિઝ, મારી સાથે હાથ મિલાવો.”
તેમણે આવું જોઈને ત્રીજા પુરુષમાં જવાબ આપ્યો, “એક વખત એવો હતો, જ્યારે એ માણસ સાથે હાથ મિલાવવામાં હું ગૌરવ માનતો. પણ હવે એ માણસે જ્યારે પોતાનું સ્વમાન, પોતાની ભલમનસાઈ, અને માનવતા વિસારી મૂક્યાં છે, ત્યારે હવે મારા મનમાં તેના પ્રત્યે જુદી જ લાગણીઓ પ્રગટેલી છે.”
“સુસાન, તું મારી સાથે નહિ બોલે?” મિ0 લિલીવીક કરગર્યા. મિ૦ કૅન્ડિઝે જ પોતાની પત્નીની વતી જવાબ આપ્યો, “તેમનામાં બોલવાની કશી તાકાત જ રહી નથી. તમારી ક્રૂર વર્તણૂક, ઉપરાંત