________________
મિ૦ નૉંગ્ઝનું ઘર
૯૫
"6
""
પડદી પાછળથી તથા માંએ માંડેલા વાસણમાંથી જેટલો આવે તેટલો અવાજ આવ્યો, હા. કારણ કે, મિ૦ નૉંગ્ઝનો પીવાની બાબતનો રસ હજુ જેવો ને તેવો જ કાયમ હતો.
મિ∞ ક્રાઉલ હવે પોતાનું મીણબત્તીનું ઠૂંઠું સળગાવવા મિ૦ નૉગ્ઝના કબૂતરખાનામાં દાખલ થયા. પછી મીણબત્તી સળગાવવાને બદલે તેમણે ભીંજાઈ ગયેલું પોતાનું શરીર સૂકવવા મિનૉગ્સની અંગીઠી ખોરી ખોરીને તેમાં જેટલા તણખા હતા તેમાંથીય કેટલાય જાળી નીચે ગબડાવી કાઢયા. પછી તેમણે મિ૦ નૉગ્સને વધુ કોલસા કયાં છે તે પૂછ્યું.
ન્યૂમૅનનો કોલસાનો પુરવઠો ખાસ મોટો ન હતો. છતાં તેના સ્વભાવની સાલસતાને કારણે તેણે એક કબાટ નીચેનું ખાનું બતાવ્યું.
પેલાએ તેમાંથી લગભગ અર્ધો ભાગ ઉપાડી અંગીઠીમાં નાંખ્યો. મિ૦ નૉઝે બોલ્યા ચાલ્યા વિના તેમાંથી એકેએક કોલસો પાછો ઉપાડી લીધો.
“હવે આ પાછલી ઉંમરે આટલો કરકસરિયો શાનો થવા લાગ્યો, ભાઈ?” ક્રાઉલે પૂછ્યું.
66
‘નીચે કૅન્વિઝ-પરિવારને ત્યાં જમવા જવાનું છે, ” નૉઝે ટૂંકમાં જવાબ આપ્યો.
66
.
‘પણ તું નહોતો જવાનો ને? તેં કહ્યું કે ‘નહિ જાઉં', એટલે મને પણ તેમણે નિમંત્રણ આપ્યું ત્યારે, તારી સાથે વાતો કરવાની જ મજા વધુ આવશે એમ માની, મેં ના પાડી દીધી. અને તું તો જવાનું કહે છે. તો ઠીક, હું તો તારી અંગીઠી આગળ જ, તું પાછો આવશે ત્યાં સુધી, બેસી રહીશ.”
“મને તેઓએ અતિશય આગ્રહ કર્યો, એટલે શું કરું?” એમ કહી, બિચારો નૉગ્ઝ પોતાના કોલસાના નાનાસરખા પુરવઠા ઉપર દયામણી નજર કરતો કરતો નીચે જમવા ચાલ્યો ગયો.