________________
પાપનો ઘડો
૩૩૫ મુખ્ય કારણ પણ એટલું જ હતું કે, તમારે ત્યાં બીજા કોઈ નોકર ન હતા, અને હું જે કંઈ હલકું કામકાજ કરું, તે બીજા કોઈના દેખતાં કરવું પડે તેમ નહોતું. પરંતુ, મેં તમારે ત્યાં રહી, તમારી બધી વાતો સાંભળ્યા કરી છે. છેવટના યૉર્કશાયરના મહેતાજી સાથે તમે જે કાવતરાં ઘડ્યાં, તે બધાનો હું જાત-માહિતગાર છું. ગાઈડ સાથે મળીને તમે એક કુંવારિકાને વેચી ખાવાનો જે બેત રચ્યો, તે પણ મેં મારા સગા કાને સાંભળ્યો છે. ભલા માણસ, તમારે એવી બધી વાતો, જે ઓરડામાં કબાટ જેવું ભંડારિયું હોય, તેવા ઓરડામાં બેસીને ન કરવી જોઈએ!”
રાલ્ફ આ છેલ્લાં વાક્યોથી ચક્યો. ન્યૂયૅને તે જોઈને આગળ ચલાવ્યું, “તો હવે તમને મારી વાત સાંભળવા જેવી લાગે છે, કેમ? તમારા પોતાનાં સગાંવહાલાંની જે વલે તમે કરી તે મેં નજરે જોઈ તેથી મને તમારી નોકરી છોડી દેવાનો તથા મોડુંવહેલું તમારું માથું ફોડી નાંખવાનો વિચાર આવ્યો હતો. પણ પછી તમે તમારી ભલીભોળી ભત્રીજીની જે વલે કરવા તાકી, તેથી ચેકીને હું તમારી નોકરીમાં ચાલુ રહ્યો; જેથી હું તેને તમારા પંજામાંથી બચાવી લેવામાં કંઈક મદદગાર નીવડી શકે. આ સહસ્થોની પાસે પણ હું તમારી સામે – તમારા કાવાદાવાઓ અંગે મદદ માગવા જ આવ્યો હતો, જેથી તેઓ ન્યાય મેળવવામાં અને તમારો ખાતમો કરી નાંખવામાં મને મદદ કરે, સમજ્યા, મિ0 રાફ નિકલ્બી? હવે તમારા દહાડા ભરાઈ ચૂક્યા છે, અને લાંબા વખતથી મારા અંતરમાં ધંધવાતી વરાળ કરવાની થઈ છે, એ જાણી મને ભારે હાશ થઈ છે!” આમ બોલી ન્યૂમેન પોતાની રીતે આંગળીઓના ટચાકા સંતોષકારક રીતે વગાડવા લાગ્યો.
ચાલો, સદગૃહસ્થો, હજ પણ તમારે જે કંઈ કહેવું-કરવું હોય તે કહી નાંખો. આ દેશમાં કાયદા જેવી ચીજ છે, અને તમારે સૌને આ બધાનો જવાબ આપવો જ પડશે. જે કંઈ તમે કહો તે સાચવીને કહેજો – કારણ કે, તે બધું તમારે પુરવાર કરવું પડશે.” રાલ્ફ બોલ્યો.