________________
૩૩૪
નિકોલસ નિકબી તો પછી દુશ્મન પાસેથી મળતો હોય તો પણ શું ખોટો? એમ માની, તેણે ચિયરીબલને ત્યાં જવા વિચાર કર્યો; કારણ, બુટ્ટો ચિયરીબલ પોતે ચાલીને સવારના કશીક અગત્યની ખબર કહેવા આવ્યો હતો!
એટલે રાફે, જેની સાથે સવારે પોતે વાત કરવા પણ ન પાડી હતી, તેને ત્યાં જાતે જવા જ પગ ઉપાડ્યા.
રાલ્ફને આવેલો જોતાં જ બંને ભાઈઓ તથા ટિમ લિંકિનવૉટર તેની આસપાસ ભેગા થઈ ગયા.
રાફ ઘુરકિયાં જ કરવા લાગ્યો. સવારે પોતાને મળવા આવનાર એક સગૃહસ્થને જે તે મળવા માગતો હોવા છતાં, ત્રણ ત્રણ જણા શા માટે ભેગા થયા છે, એમ તેણે પૂછ્યું. પેલા ભાઈઓએ જવાબ આપ્યો કે, ‘જે વાત તમને કહેવી છે, તે અમે ત્રણે જણ જાણીએ છીએ, એટલે કોઈને એ વાતચીતમાંથી બાકાત રાખવાનો સવાલ જ નથી.”
પછી ભાઈઓએ ઘંટડી વગાડી; એટલે બારણું ઉઘાડી જે માણસ અંદર દાખલ થયો, તે ન્યૂમેન નૉઝ હતો. રાફ તેને આ લોકોને ત્યાં જોઈ વિચારમાં પડી ગયો. તેણે એકદમ પોતાનો ફૂફાડો વધારી મૂકયો, “આ દારૂડિયાને તમે વચ્ચે શા માટે લાવો છો? એ તો એક પ્યાલા દારૂ માટે સગી માને વેચી ખાય તેવો છે. તેવા માણસની કશી વાત હું સાંભળવા માગતો નથી!”
ન્યૂમેન નૉઝે હવે પાસે આવીને કહ્યું, “એમ? હું નકામો દારૂડિયો માણસ છું કેમ? પણ પહેલાં હું એવો હતો? પહેલાં તો હું તમારો માનવંત આસામી હતો, ખરું? પણ તમે જ્યારે મને ચૂસીને તથા ગફલતમાં રાખીને પાયમાલ કર્યો, ત્યારે જ નાછૂટકે તમારે ત્યાં મારે ગુલામની નોકરી સ્વીકારવી પડી, તથા મારું દુ:ખ ભૂલવા જ દારૂનો આશરો લેવો પડ્યો. તમારે ત્યાં મેં નોકરી લીધી તેનું