________________
પાપનો ઘડો
૩૩૩ રાફ હવે, વિયર્સને ત્યાં જ સીધો પહોંચ્યો. પેગ ડોસીવાળા | મકાનમાં જ રહેવાની વ્યવસ્થા પોતે તેને કરી આપી હતી. પેગ ડોસી પોતાને જોઈ જાય તો ફિવયર્સ ઉપર પણ વહેમાય, એ જોખમ તો હતું જ, પરંતુ ચારે બાજુ અનિશ્ચિતતા અને શંકાકુશંકાનું જે જાળું વીંટાઈ ગયેલું લાગતું હતું, તેમાંથી તેને કોઈ પણ ભોગે નીકળી જવું હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાતે તેને ઊંઘ જ આવતી નહોતી, અને દિવસે પણ તેનું મન ઘુમરાયેલું રહેતું હતું.
વિયર્સના બારણા ઉપર એક-બે-ત્રણ એમ દસ બાર વખત તેણે ટકોરા માર્યા; પણ કોઈ અંદર હતું જ નહિ. બહારથી સિવયર્સ આવે ત્યારે મળવાની રાહ જોઈ તે એક સ્કૂલ ઉપર કેટલોય વખત બેસી રહ્યો. છેવટે તેણે તે મકાનના બીજા રહેવાસીઓને વિયર્સ વિશે પડપૂછ આરંભી; પણ કોઈ ખાસ કશું જાણતું ન હતું. અંતે એક જણે તેને ખબર આપ્યા કે, ગઈ રાતે બે માણસો સાથે તે જલદી જલદી બહાર ચાલ્યો ગયો હતો અને પછી એ જ બે માણસો પાછા આવી નીચે રહેતી ડોસીને પણ લઈ ગયા હતા.
રાલ્ફને સમજાઈ ગયું કે, ચોરી કરવા બદલ ડોસીની અને તેના મળતિયા તરીકે સ્કૃિવયર્સની પણ કદાચ ધરપકડ થઈ છે. પેગ ડોસીને કોઈએ પણ પકડાવી હોય, તો તે બુઢા ગ્રાઈડે જ પકડાવી હોય, એમ માની તે તરત ગ્રાઈડને ત્યાં ચાલ્યો.
ગ્રાઈડને ત્યાં આવી સારી પેઠે બારણું થપથપાવ્યા પછી ગ્રાઈડે ઉપરની બારી ધીમેથી ઉઘાડીને ડોકિયું બહાર કાઢ્યું, પણ રાલ્ફને જોતાં જ તેણે ડોકું પાછું અંદર ખેંચી લઈ, બારી બંધ કરી દીધી. પછી રાલ્ફ ગમે તેટલી ધમકી આપી તથા ગમે તેટલી વિનંતી કરી, પણ કોઈએ બારણું ઉઘાડવું નહિ કે જવાબ પણ આપ્યો નહિ.
રાલફ હવે અકળાયો: બધા તેને પ્લેગ જેવો ગણીને તેનાથી દૂર ભાગતા હતા, અને તે તેના મળતિયા કહેવાય તેવા જ લોકો! પણ જો પોતાના સાગરીતો પાસેથી કશો ખુલાસો ન મળતો હોય,