________________
૩૩૨
નિકોલસ નિકલ્બી
કદી ન ભૂલશો કે, હું આજે કેવળ દયાભાવથી પ્રેરાઈને તમને કંઈક મદદગાર થવા જ આવ્યો હતો, – બીજા કોઈ ખ્યાલથી નહીં.”
આટલું કહી ડોસા ચાલ્યા ગયા, એટલે રાલ્ફ દાંતિયું કરીને બોલ્યો, “ ડોસો ગાંડો-બાંડો થયો છે કે શું? મારી ઉપર દયા! વાહ !”
ર
ન્યૂમૅન નૉંગ્ઝના કશા સમાચાર ન મળવાથી, મનમાં કંઈક ગડભાંજ કરતો રાલ્ફ હવે પહેલપ્રથમ સ્નૉલીના ઘર તરફ ગયો. સ્નૉલીને ઉપરની બારીએથી ડોકિયું કરતો રાલ્ફ જોઈ લીધો હતો. પણ બારણું ઉઘાડવા કહ્યું ત્યારે સ્નૉલીની પત્નીએ એમ જ કહ્યા કર્યું કે, સ્નૉલી ઘરમાં જ નથી!
રાલ્ફ ગુસ્સે થઈને મુક્કી ઉગામી; પણ સ્નૉલીની પત્નીએ મક્કમપણે જણાવ્યું કે, તમે મારા પતિને નહિ જ મળી શકો. તેણે ઉપરાંતમાં એ પણ જણાવ્યું કે, રાલ્ફ અને પેલા માસ્તર સ્ક્વેિયર્સની ફબબાજીમાં તે પોતાના પતિને હવે કોઈ પણ ભોગે ભળવા દેવાની નથી.
સ્નૉલીને ઘેરથી કડવું મોઢું લઈ રાલ્ફ મિશ્ર્વિયર્સ પાછા આવ્યા છે કે નહિ તેની તપાસ કરવા ‘સૅરેસન્સ હેડ' વીશી તરફ ગયો. તેની એવી ગણતરી હતી કે, દસેક દિવસ થઈ ગયા છે, એટલે સ્ક્વેિયર્સ સફળ નીવડયો હશે કે નિષ્ફળ, તોપણ પોતાને મૂળ ઠેકાણે પાછો આવી ગયો હશે.
પરંતુ સ્ક્વેિયર્સ પણ પાછો આવ્યો નહતો. રાલ્ફને હવે શંકા પડી કે, સ્ક્લિયર્સે સ્માઈક અંગેના કાગળોની બનાવટમાં ભાગ લીધો હોવાથી, નિકોલસ કે ચિયરીબલ-ભાઈઓની કાયદેસર પગલાં લેવાની ધમકીથી કે સ્નૉલીની ભેદભરી વર્તણૂકથી ડરી જઈ, તે નાસી તો ગયો નહિ હોય? અણીને વખતે દગાબાજોને એકબીજા ઉપર જ અવિશ્વાસ આવતાં વાર નથી લાગતી.