________________
૩૪૪
નિકોલસ નિકલ્ટી બૂકર રાલ્ફને સંબોધીને બોલ્યો, “આ સહસ્થો જે છોકરા વિશે વાત કરે છે, તથા જેને હું છેવટના પથારી ઉપર સૂતેલો નજરે જોઈ આવ્યો હતો, તથા જે હવે કબરમાં પોઢી ગયો છે તે”
તે-” રાફ કશા વિચાર વિના શૂન્યપણે બોલ્યો. “તે તમારે એકનો એક પુત્ર હતો; અને ભગવાન એ અંગે મેં કરેલા પાપની માફી મને બક્ષે!”
રાલ્ફ તરત પોતાના બે હાથ વડે પોતાનાં બે લમણાં જોરપૂર્વક દબાવી દીધાં અને પછી બ્ર કર સામે સ્થિર નજરે જોયું.
“સગૃહસ્થો,” બૂકરે આગળ ચલાવ્યું, “હું મારો કશો બચાવ કરવા માગતો નથી; કારણ કે, મારો બચાવ હવે કશાથી થઈ શકે તેમ નથી. અલબત્ત, રાલ્ફ નિકલ્વીએ મારી પ્રત્યે અતિશય ફૂર વર્તાવ રાખ્યો હતો, અને તેથી ખુન્નસે ભરાઈ મેં જે કર્યું હતું તે કર્યું હતું. પણ હું પ્રથમ આખી વાત જ પહેલેથી માંડીને કહ્યું, તે તમે સૌ સાંભળી લો...
વીસ પચીસ વર્ષ પહેલાંની વાત છે. આ માણસને જે લોકો સાથે લેવડદેવડનો વ્યવહાર હતો, તેમાં બહારગામનો એક સદગૃહસ્થ પણ હતો. તે સગૃહસ્થ પોતાની બધી મિલકત ઉડાવી દીધી હતી, અને પછી પોતાની બહેનનો હિસ્સો પણ ઉડાવી દેવાની તેને મરજી હતી. મા-બાપ ગુજરી ગયાં હતાં, એટલે બહેન ભાઈને
ત્યાં જ રહેતી હતી અને તેનું ઘર સંભાળતી હતી. રાલ્ફ નિકબી તેને ઘેર વારંવાર જતો અને એકી સાથે ઘણા દિવસ રહેતો. બહેનનો હિસ્સો ભાઈ પડાવી જાય તેના કરતાં રાલ્ફ પોતે જ પડાવી લેવાનો વિચાર કરી, તે સ્ત્રીની સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં. વાત એમ હતી કે, બાપે કરેલા વિલમાં એમ જણાવ્યું હતું કે, દીકરી જો કુંવારી રહે, તો તો તેને જીવે ત્યાં સુધી એ મિલકતમાં જિવાઈ પૂરતો હક રહે, પણ જો તે પોતાના ભાઈની પરવાનગીથી પરણે, તો તેને પૂરો હિસ્સો મળે. દીકરીને તેની મિલકત ખાતર ભરમાવીને ગમે