________________
પ્રેમ-ભૂખ્યાની પાટી
ત્રણ નવા છોકરા લઈ આવવા અને બે છોકરાઓનો જૂનો હિસાબ ચૂકતે કરવા મિસિસ વીયર્સને ત્રીજે જ દિવસે બહારગામ જવાનું થયું. - જ્યારે જ્યારે આવી તક મળતી, ત્યારે મિ. વીયર્સ પણ ‘અગત્યના કામનું બહાનું કાઢી બજારના મથકે સાંજના હંકારી જતા અને ત્યાં દશ કે અગિયાર વાગ્યા સુધી એક પીઠામાં પડી રહેતા. તેથી ફેનીએ જ્યારે મિ. સ્કેવીયર્સને પોતાની બહેનપણી અને તેના અદરાયેલા વરને ચા-પાણી માટે બોલાવવાની વાત કરી, ત્યારે તેમણે તે બહુ ખુશીથી કબૂલ રાખી. ઊલટું, ફેનીના કહ્યાથી નિકોલસને તે સૂચના આપતા ગયા કે, તેણે આ પાર્ટી” ગોઠવવામાં મદદ કરવી, એટલું જ નહિ, તેમાં ભાગ પણ લેવો.
મિસ વીયર્સનું હૃદય આનંદની ઉત્તેજનાથી ધડ ધડ ધબકવા લાગ્યું. મટિલ્ડાએ પોતાની ઘણી ઘણી શૃંગારસામગ્રી પહેલેથી લઈ આવીને સખીને બને તેટલી શણગારવા માંડી તથા પ્રેમશાસ્ત્રનું ઘણું ઘણું ઉપયોગી જ્ઞાન તેને શીખવી દીધું. પાર્ટીનો વખત નજીક આવતો ગયો, તેમ તેમ મિસ વીયર્સ મુગ્ધા વધૂની જેમ શરમ અને સંકોચથી છેક જ કઢંગી બનતી ગઈ, અને તેમ તેમ મટિલ્ડાને પોતાની બધી આવડત અને માહિતીને સારી પેઠે ઉપયોગમાં લેવી પડી.
૫૯