________________
૫૮
નિકોલસ નિકલ્પી
હતું – કર્યું હતું, અને તેથી પણ ઘણું ઘણું વધારે, કે જે માંએ
શી રીતે વર્ણવી શકાય?
છેવટે પોતાની સખીને ફૅનીએ કહ્યું, “ પણ, – મારાં મા-બાપ એ લગ્નની બાબતમાં છેક જ વિરુદ્ધ છે; જોકે, ‘એમનાં’ મા-બાપે તો આ લગ્ન ઇચ્છીને જ ‘એમને’ અમારે ત્યાં મોકલ્યા છે!–તો હવે શું થશે? આ પ્રેમનો મારગ કેટલો બધો અવળચંડો છે? હૈં?” ફૅનીએ પોતાની ‘પ્રિય સખી આગળ પોતાના અંતરની અનોખી બીક અને આગ પણ ઠાલવવા માંડી.
“મને તારા વરને જોવાનું બહુ મન થાય છે, ” મટિલ્ડા
બોલી બેઠી.
“તને નહિ બતાવું તો કોને બતાવીશ? મારી બા છોકરાઓ લેવા જવા બેએક દિવસમાં બહારગામ જવાની છે. તે વખતે તું અને તારો જૉન બંને ચા-પાણી માટે આવજો, અને હું ‘એમને’ તમારી સાથે ભેગા કરીશ.”
બંને બહેનપણીઓ આવી બધી એકની એક વાત એકસો દશમી વખત કરીને છેવટે છૂટી પડી.