SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મિસ કૅનીના મનોરથ ૫૭. તેના કરતાં પાંચ વર્ષ મોટી હોવા છતાં, પોતાનાથી નાની ઉંમરની સાહેલી પહેલી ગોઠવાઈ એ જાણી, અંતરમાં તો ઈર્ષાથી બળવા લાગી; છતાં ઉપરથી આનંદ દર્શાવતી બોલી, “અહા, કેવું સરસ! કેવું સરસ! કેવા ખુશીસમાચાર!” પરંતુ હવે એનો બદલો લેવાની ઘડી આવી પહોંચી હતી. પોતાને પ્રેમી મળ્યો હતો – વર જ જાણો ને! કેમ કે તે પોતાના માતપિતાની નોકરીની ચુંગલમાં હોઈ, પોતાને ના પાડી જ શી રીતે શકે? અને એ વર પણ કેવો? પૂરો સગૃહસ્થ (“વાંદરી, તારા અનાજ-કરિયાણાના બકાલ જેવો નહિ!”) અને પોતાની મે પોતાને ત્યાં આવેલો. (‘હા, હા, દેડકી, મારા પોતાના સૌંદર્યના પ્રલોભનથી ખેંચાઈને જ વળી! નહીં તો આ નિશાળમાં પગાર તો શું મળી જવાનો હતો?') – કૅનીએ ગુસપુસ કરતાં કરતાં સખીને “બધા શુભ સમાચાર સંભળાવી દીધા. વાહ, લાડકી! પણ તેણે શું શું કહ્યું તે તો કહે!” મટિલ્ડાએ સહસ્થો પોતાની પ્રેમિકાને શા શા લોભામણા શબ્દો કહે, એ સાંભળવાની ઇંતેજારીથી ફેનીને પૂછ્યું. મૂઈ તું! મારે મોંએ , વવું ક્યાં બોલાવે છે? પણ તેં એમની” નજર અને એમનું હાસ્ય જોયાં હોય તો ને? હું તો એ બધાથી મરું મરું થઈ ગઈ હતી ! બાપરે! એથી શરમ ન આવે વળી! અને એટલાં બધાં અડોઅડ નજીક ઊભાં હોઈએ, અરે એકબીજાને ટિચાતાં હોઈએ, – મને તો એ વિચાર આવતાં જ ભયમાં પેસી જવા જેવું થઈ જાય છે!” પછી તો બંને સાહેલીઓમાં “પ્રથમ મુલાકાત વખતની સ્થિતિ અને વાતચીતની નોંધોની સરખામણી ચાલી. મિસ કૅનીના પ્રેમીએ પણ, મટિલ્ડાના પ્રેમીએ જેવું કહ્યું હતું – કર્યું હતું તેવું બધું જ કહ્યું
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy