________________
પ૬
નિકોલસ નિકબી પણ તે લેવા નીચી નમી અને બંનેનાં માથાં ટિચાયાં! “સોરી, માફ કરજો,” બોલીને નિકોલસ તરત માફી માગવા લાગ્યો.
નારે ના; એમાં મારો જ દોષ હતો! કેવું મૂર્ખાઈભર્યું! પણ ચાલો હવે, “ગુડ મૉર્નિંગ'!”
ગુડબાય! બીજી વખત ટાંક સમારવાની હશે ત્યારે હું જાળવીને વર્તીશ – થોડો ઓછો કઢંગો રહીશ. પણ, અરે, તમે ટાંક તરત જ ચાવી ખાવા લાગ્યાંને કાંઈ !”
ખરે જ, કેવું કઢંગું? મને કંઈ સમજાતું નથી; પણ કહું છું- તમને તક્લીફ આપવા બદલ માફી માગું છું.” | નિકોલસે તેના સ્વાભાવિક મીઠા હાસ્ય સાથે કહ્યું, “નારે ના, એમાં શાની તકલીફ વળી?”
અહા, કેવું મીઠું હાસ્ય! કેવા સીધા પગ – યૉર્કશાયરમાં અને ખાસ કરીને આ મકાનમાં, કે જ્યાં બધાંના પગ રાંટા જ હતા! અને એના મીઠા બોલ!– આ બધા શુભ સમાચાર પોતાની બહેનપણીને આપવા મિસ સ્કુવીયર્સ તરત શ્વાસભરી તેને ત્યાં દોડી ગઈ.
મિસ સ્કવીયર્સ તાજેતરમાં જે સાહેલીને ઘેર રહેવા જઈને પાછી આવી હતી, તે હતી આટા ચક્કીવાળાની અઢાર વર્ષની દીકરી, નામે મટિલ્ડા પ્રાઈસ. બે વર્ષ અગાઉ જ ફેનીએ અને તેણે સાહેલીઓની રીતે એકબીજાને ગળે વળગી આકરા સોગંદ ખાધા હતા કે, જે સાહેલી પહેલી પ્રેમમાં પડે, તેણે પોતાના એ ગુપ્ત સમાચાર સૌથી પ્રથમ પોતાની સાહેલીને જ કહેવા.
આ કરારની રૂએ, થોડા દિવસ ઉપર જ ચક્કીવાળાની દીકરીના વિવાહ પાસેના બજારના મથકે વેપાર કરતા અનાજના વેપારીના દીકરા જૉન બ્રાઉડી સાથે ગોઠવાયા કે તરત, એ શુભ સમાચાર પોતાની સાહેલીને કહેવા, મટિલ્ડા, રાતના દશ ઉપર પચીસ મિનિટ થવા છતાં, ફેનીના સૂવાના ઓરડામાં સીધી દોડી આવી હતી. ફેની