________________
૫૫
મિસ કૅનીના મનોરથ કર્યું કે, જો એ ઘમંડી જુવાનિયો પોતાને વશ થવા આનાકાની કરે, તો પછી – તો પછી – પોતાની માતાની મદદમાં થઈ જઈ, તે જુવાનિયાને સદંતર રોળી નાખવામાં જરાય પાછી પાની ન કરવી.
આવા મીઠા મનોરથ અને તે ન ફળે તો ભાવી વેરના બેતા મનમાં ગોખતાં ગોખતાં કૅનીએ રાત પૂરી કરી.
નસીબજોગે, બીજે દિવસે બાપુ બહાર ગયા હતા, અને મા કંઈક બીજે કામકાજમાં હતી. આ લાગ જોઈ, મિસ ફેની
વીયર્સ પોતાની પેન સમરાવવા અકસ્માત્ જાણે વર્ગના ઓરડામાં પહોંચી ગઈ. ત્યાં ચાલીસેક છોકરાઓના ટોળામાં માત્ર નિકોલસને જોઈને તે શરમની મારી લાલ લાલ થઈ ગઈ અને ખૂબ સંકોચાઈ ગઈ હોય તેમ બોલી –“માફ કરજો, પણ હું જાણતી હતી કે, મારા બાપુ અહીં જ હશે. નહિ તો, નહિ તો, – આ તે કેવું વિચિત્ર કહેવાય !”
મિત્ર વીયર્સ તો બહાર ગયા છે,” નિકોલસે એ આકૃતિને અણધારી જોઈને જરા પણ ગૂંચવાયા વિના જવાબ આપ્યો.
“આભાર ! હું આવી ચડી તેથી તમને ડખલ થઈ હશે; પણ મારે આ પેન સમરાવવી હતી, અને મારા બાપુ નથી એવું જાણતી હોત તો કદી ન આવત. બળ્યું, કેટલું બધું વિચિત્ર લાગે! –”
પણ તમારે પેન જ સમરાવવી છે ને? એમાં શું? લાવો હું ઠીક કરી આપું,” એમ કહી નિકોલસે હાથ લંબાવ્યો.
મારે બહુ નરમ ટાંક જોઈશું,” એમ કહી શરમના શેરડાવાળા ચહેરે મિસ ફેની સ્કવીયર્સે ઢાળેલી આંખે ઊંડો નિસાસો નાખ્યો.
નિકોલસે નિર્દોષ ભાવે પેન સમારીને મિસ વીયર્સના હાથમાં આપી. પણ, કૅનીના હાથ કામ જ ન કરતા હોય એમ, પેન તેના હાથમાંથી નીચે પડી ગઈ! અને ખાનાખરાબીની વાત કેવી કે, એ પેન નીચેથી ઉપાડી લઈ તેના હાથમાં ફરીથી મૂકવાનું દાક્ષિણ્ય બતાવવા નિકોલસ ઝટ નીચે નમ્યો, તે જ વખતે મિસ વીયર્સ