________________
૮
મિસ કૅનીના મનોરથ તેવીસ વર્ષની બટકી જાડી અને ગટ્ટી મિસ કૅની સ્ફીયર્સના રુદિયામાં જુવાન’, ‘સદ્ગૃહસ્થનો દીકરો વગેરે શબ્દોથી કંઈક અવનવા જ ભાવો પેદા થઈ જવા પામ્યા. અને તેથી, સૂવા જતાં પહેલાં, તેણે રસોડાની ભૂખી નોકરડી પાસેથી નિકોલસના દેખાવ વિષે રજેરજ વિગત પૂછી લીધી. તે બિચારીએ એ પ્રશ્નોના જવાબ ખુશ થઈને પ્રશંસાભર્યા શબ્દોમાં આપ્યા: ‘ તેને સુંદર કાળી આંખો છે, તેનું હાસ્ય બહુ મીઠું મધ જેવું છે, તેના પગ સીધાદોર છે;” ઇ.
મિસ સ્કવીયર્સને આ બધી માહિતી ભારે સંતાપક નીવડી. તેના ભદ્રા ગટ્ટા જાડા બટકા બાંધાને કારણે, યૉર્કશાયર તરફ કેમે કરતાં કોઈ જુવાનિયો તેના તરફ નજર કરવા પણ તૈયાર થતો નહિ. પણ આ નવો ‘સગૃહસ્થ ” જુવાન જો સ્વગૃહે અને પોતાનાં માતાપિતાના જ સકંજામાં સપડાયો હોય, તો પછી તેને તો નગર કરવી જ પડે! તે પોતે તેને પોતાની માતાનો ત્રાસ અને કર૫ ઓછો કરી આપશે; તેનાથી આભારવશ થઈ એ જુવાનિયો જરૂર તેના તરફ આકર્ષાશે, અને તે દહાડે જરૂર તેના હાથની માગણી કરશે!
– પણ એ વિચાર આવતાંમાં તો પથારીમાં પડેલી મિસ સ્કવીચર્સનું મોં પણ લજજાથી લાલ લાલ થઈ ગયું. અને બીજા દિવસે સવારથી જ તેણે નિકોલસના હૃદય ઉપર વિજય મેળવવા પોતાનાં સર્વ શસ્ત્રો સજવાનો નિશ્ચય કર્યો. તથા સાથે સાથે એ પણ નક્કી
૫૪