________________
નિકોલસના ભાવ
૫૩ મિત્ર વીયર્સના જીવનની આ ઉમદામાં ઉમદા ક્ષણ હતી. તેમણે અભિમાનથી પોતાના વારસદારને આંખ ભરીને જોઈને છેવટે તેના હાથમાં એક પેની મૂકી દીધી અને પોતે આનંદથી હસી પડ્યા. મિસિસ વીયર્સ પણ હસી પડયાં.
પણ એ અડિયલ વાંદરાનો બધો ઘમંડ તો હું તોડી ફોડી નાખવાની; તેના ઘમંડનાં ચીંથરાં ફાડી નાખવાની –” મિસિસ બોલ્યાં.
એ તો જે કરવું હોય તે તમે કરજો જ! એની કોણ ના પાડી શકે? ગમે તે કરો તો પણ એનાથી અહીંથી હવે ચસાવાનું નથી.”
પણ અહીં વાતમાં વચમાં જ મિસ ફેની ક્વીયર્સ ટપકી પડ્યાં. તે બોલી ઊઠ્યાં, “એવો તે નલબૉય વળી કોણ છે, જે આપણા ઘરમાં રહી મોટો ઘમંડ દાખવે વળી?”
“નિબ્બી,” વીયર્સે એના ઉચ્ચાર સુધારતાં કહ્યું, “દીકરી, તારી માને ખોટાં નામ બોલવાની ટેવ છે.”
ભલેને ખોટાં નામે હું બોલાવતી હોઉં; પણ સાચી આંખોથી જોઉં છું, એટલે બસ છે. તમે જ્યારે બોલ્ડરને ફટકારતા હતા, ત્યારે હું તેના ચાડા સામું જ જોઈ રહી હતી. આખો વખત તે કાળો કણક પડી ગયો હતો. અને એક વખત તો તે જાણે તમારી ઉપર ધસી આવવા પણ ઊંચોનીચો થયો હતો. મેં બરાબર એ જોયું
હતું.”
“હા, હા, પણ, બા, એ છે કોણ?” કૅનીએ પોતાની માતાને અટકાવીને ફરી વચ્ચે પૂછયું.
“અરે દીકરી, તારા બાપ થતાના માથામાં ખોટું ભૂંસું ભરાયું છે કે, તે એક મરી ગયેલા સદ્દગૃહસ્થનો જીવતો દીકરો છે.”
“સ ગૃહસ્થનો દીકરો?” ફેની જરા ઉત્તેજિત થઈ બોલી ઊઠી.
“અરે, દીઠા દીઠા એવા સદ્ગુહસ્થ થતા તો! હું એ વાતમાંનો એક કણીકોય માનતી નથી. પણ એની સત્-પદ્ ગૃહસ્થાઈ હું બે દહાડામાં ધોઈ ન કાટું, તો મારું નામ નહીં!”