________________
પર
નિકોલસ નિકલ્ટી મિસિસ વીયર્સને નામોના મનસ્વી ઉચ્ચારો કરવાની તથા ગમે તેવાં વિશેષણો અને ઉપમાઓ ઊભાં કરવાની પણ ટેવ હતી. “પણ એ બહુ સસ્તો છે, ડિયર; બહુ સસ્તો મળ્યો છે!”
એક ટુકડો પણ સસ્તો નથી, બસ!”
“અરે, આખા વરસના પાંચ પાઉડ, ડિયર! અને આપણા હિતેચ્છુ મિ0 રાલ્ફ નિકબીએ આગ્રહ કરીને તેને રખાવ્યો છે. એક રીતે તે પણ નિરાધાર જ છે; એમ ગણોને !”
ગમે તેણે રખાવ્યો હોય, પણ આપણે સમૂળો જોઈતો જ ન હોય, તો પછી ગમે તેટલો સસ્તો મળ્યો હોય, તોય એ મોંઘો જ ગણાય ને?”
પણ આપણે કોઈ ન છે, ડિયર.” “અરે, નથી ન જોઈએ છે, તમને કહું છું! જાહેરખબરમાં તો લખાય કે, ‘મિ0 વેકફૉર્ડ સ્કવીયર્સ અને કુશળ મદદનીશો દ્વારા શિક્ષણ અપાય છે.’ પણ તેથી મદદનીશ હોવા જ જોઈએ, એવું
ક્યાં છે? બધા જ માસ્તરો એમ જ કરે છે વળી. મને તો તમારી વાતોનો કંટાળો આવે છે.”
કંટાળો આવે છે એમ? તો સાંભળો, મિસિસ વીયર્સ. આ માસ્તર રાખવાની બાબતમાં હું બીજા કોઈનું કશું સાંભળવાનો નથી. વેસ્ટ ઇંડીઝમાં ગુલામોના મુકાદમને પણ એક મદદનીશ આપવામાં આવે છે, જેથી કાળિયાઓ નાસી ન જાય કે દંગલ ન મચાવે. તો ૩rTTT કાળિયાઓને માટે પણ હું, આપણો ચિરંજીવી વેકૉર્ડ તૈયાર થઈ જઈને નિશાળ સંભાળે ત્યાં સુધી, મારા હાથ નીચે એક મદદનીશ રાખવાનો જ.”
હું પપ્પા? હું મોટો થઈશ એટલે આ આખી નિશાળ મને સોંપશો? તો તો એ બધાઓને સોટીઓ ચમચમાવવાની અને ભેંકાવવાની બહુ જ મજા પડશે!” નાનો વેકફૉર્ડ પોતાની બહેનને લાતો મારતો અટકી, આનંદમાં આવી જઈને બોલી ઊઠયો.