SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નિકોલસના ભાવ મિ, ક્વીયર્સ વાલી-દીન પૂરો કરીને વર્ગમાંથી પોતાના કુટુંબમાં પધાર્યા. ત્યાં તેમનો સપૂત તથા તેમની સુકન્યા મિસ ફેની સ્કવીયર્સ, - જે પડોશી સહિયરને ત્યાં થોડા દિવસ ગાળી આવીને પિતૃગૃહે અબઘડી જ પાછી આવી હતી, તે કંઈક મારામારી કે ધમાચકડી કરતાં હતાં. મિસિસ સ્કેવીયર્સને પોતાનાં છોકરાંની એ મુક્કાબાજી જોવાની આંખ જ નહોતી. તે મોજાં સમારતાં એક બાજુ બેઠાં હતાં. પરંતુ મિ0 સ્કેવીયર્સને આવેલા દેખી, ભાઈબહેનની એ મારામારી ટેબલ નીચેના અવયવોથી ચાલવા લાગી. મિત્ર વીયર્સે ખુરશી અંગીઠી પાસે ખસેડીને પૂછયું, “ડિયર, પેલા વિશે તમે પછી શું ધાર્યું?” “કોણનું ધાર્યું વળી?” વ્યાકરણને ફાડવામાં જ અભિમાન લેતાં મિસિસ બોલ્યાં. : “કેમ, આપણા નવા મદદનીશનું વળી; બીજા કોનું?” “ઓહો, નકલબૉયનું? હું તો એ માણસને ખૂબ અંતરથી ધિક્કારું છું.” શા માટે, ડિયર?” માટે” વળી શું? હું ધિક્કારું છું કહ્યું એટલું જ બસ છે.” “તો તો બિચારાનું આવી બન્યું હવે! છતાં હું તો કેવળ જિજ્ઞાસાથી પૂછું છું, ડિયર.” “તો સાંભળી લો કે, એ તમારો નકલબૉય બહુ અભિમાની, ઘમંડી, નાક ચડાવેલા મોર જેવો છે.” પ૧
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy