________________
નિકોલસ નિકલ્ટી ના, ભાઈ, હું તે વખતે અહીં નહીં હોઉં. તું જાણે છે ને કે, હું તો હમણાં જ આવ્યો. પણ એ છોકરાનું શું છે?”
સ્માઇક નિકોલસની નજીક સરકી આવીને બોલ્યો, “હું રાતે તેની પાસે એકલો બેઠો હતો. બધા સૂઈ ગયા હતા. તે વખતે તેને પોતાના ઘરનાં માણસોના ચહેરા અચાનક દેખાવા લાગ્યા. તે મને કહેવા લાગ્યો કે, એ બધા તેની સામે જોઈને હસે છે, અને તેને પોતાની પાસે બોલાવે છે. પછી તે છોકરો એ સૌને ચુંબન કરવા મેં ઊચું કરવા ગયો કે તરત મરી ગયો. તમે સાંભળ્યું?”
હા, હા, ભાઈ.” “પણ હું મરી જઈશ ત્યારે ક્યા ચહેરા મારી સામું જોઈ હસવા આવશે? અંધારી રાતે કોણ મને બોલાવવા આવશે? મારે ઘેરથી તો તેઓ નહિ આવ્યા હોય. કારણ, મારાં ઘરવાળાં તો મેં કદી જોયાં જ નથી; મને યાદ જ નથી. હું કોઈને ઓળખી પણ, નહિ શકું. મને મરતી વખતે એ બધા અજાણ્યાઓને જોઈને બીક લાગશે.” એટલું કહીને તે જોરથી કંપી ઊઠયો.
પણ એટલામાં સૂવાનો દાંટ વાગ્યો. એટલે સ્માઇક સરકતો સરકતો ચાલ્યો ગયો. નિકોલસ પણ ઊઠીને સૌ છોકરાઓના સૂવાના ઓરડા તરફ ગયો.