________________
શાળાનો વાલી-દિન
૪૯
દીધું અને બોચી ઉપર કયારે ધખ્ખો પડે છે તેની તે રાહ જોવા
લાગ્યો.
“બીશ નહિ, ” નિકોલસે માયાળુતાથી તેને સંબોધીને કહ્યું; “તને ટાઢ વાય છે કેમ?”
“ના-આ-આ-રે. ” “પણ તું ધ્રૂજે તો
‘મને તો એવી ટેવ પડી ગઈ છે; હું તો તમારે માટે આગ જરા સંકોરતો હતો.’
66
તો પછી આટલો ડરે છે શા માટે? મારી કાળજી રાખવા માટે હું તારો આભાર માનું છું, ભાઈ.”
સ્માઇકને આ આભારના માયાળુ શબ્દોને બદલે જો જોરથી પીઠ ઉપર ધપ્પો પડયો હોત, તો સારું થાત. કારણ, આ માયાળુ શબ્દો સાંભળીને તો તે એકદમ રડી પડયો!
છે.
""
“સાંસતો થા, ભાઈ, સાંસતો થા; તું તો હવે ઉંમરથી જોતાં મોટો ભાયડો બન્યો હોય એમ લાગે છે. પુરુષ માણસે આમ હિંમત ન હારવી જોઈએ. ભગવાન તારું ભલું કરશે!” નિકોલસ બોલ્યો. “ ઉંમર? મને કેટલાં વરસ થયાં કોણ જાણે! હું નાનો છોકરો હતો ત્યારનો અહીં છું. અહીં હતા તે બધાથી બહુ નાનો હતો ત્યારથી. પણ એ બધા કયાં ગયા, કોણ જાણે ?”
<<
""
કયા બધા? કોની વાત કરે છે? મને કહે જોઉં.
*
મારા ભાઈબંધોની. પણ મને કેટલું બધું દુ:ખ પડે છે, તોય તેમની પેઠે હું કેમ મરી જતો નથી?”
“ભાઈ, એમ ન બોલીએ; ભગવાન સૌનું ભલું કરે છે; તારે પણ સારા દિવસો જોવાના જરૂર આવશે,” નિકોલસ બીજું શું બોલવું તે ન સમજાયાથી બોલ્યું ગયો.
“ના, ના, મારે માટે કશી આશા નથી. તમને યાદ આવે છે? પેલો છોકરો અહીં મરી ગયો હતો તે?”
નિ.-૪