________________
૪૮
નિકોલસ નિકલ્બી
હોવાનું બહાનું આગળ કર્યા કરવું છે કેમ? આવો જોઉં, તમારી બીમારીને જરા ખંખેરી આપું!” આમ કહી તે બિચારાને પણ તેમણે જોરથી ઝૂડવા માંડયો. નિકોલસનું હૃદય આ બધું જોઈ ઊકળી ઊઠવા લાગ્યું.
ત્યાર બાદની આ સભાની કાર્યવાહીનો વિશેષ અહેવાલ વિગતે આપવાની જરૂર નથી. છોકરાંઓ માટે તેમનાં માબાપે મોકલાવેલ કપડાં, ટોપીઓ, બૂટ વગેરે મિસિસ ીયર્સે જ સંભાળી લીધાં; તથા એ બધાં તે તે છોકરાઓ માટે ઘણાં નાનાં છે કે બહુ મોટાં છે, એમ જાહેર કરી, તે બધાં પોતાના છોકરા માસ્ટર સ્ક્વીયર્સને બરાબર બંધબેસતાં થાય છે, એમ કહી, પોતાને ક્બજે લઈ લીધાં.
આ બધું કામકાજ પૂરું થયું, એટલે મિડ ીયર્સ થાકી જઈને, વર્ગનું કામ નિકોલસને માથે નાખી ચાલતા થયા.
અંધારું થતા પહેલાં સૌને રોટી અને ચીઝનું ખાણું થોડું ઘણું આપવામાં આવ્યું.
નિકોલસ ખૂબ વિચારમાં પડી ગયો. આવી કરપીણતા, આવી છેતરપિંડી, આવી દગાબાજીના મૂંગા સાક્ષી રહેવા માટે તેને પોતાની જાત ઉપર એટલો બધો ધિક્કાર આવવા લાગ્યો કે, તે જ ઘડીએ મોત જો તેની સામે આવીને ઊભું રહ્યું હોત, તો તેને તેણે તરત આવકારી લીધું હોત.
તેને સાથે સાથે બીજો વિચાર પણ આવ્યો: તેના કાકાઓ આવા ખરાબ સ્થળે તેને ગાળી-વૃક્ષીને ધકેલ્યો લાગે છે. એવું જ તે કેટની બાબતમાં પણ કરે તો? તેને પણ તે જો એવે સ્થળે ગોઠવી દે, જ્યાં તેનું સ્વમાન, અરે, જ્યાં તેની નિર્દોષતા ખંડિત થાય, તો –? નિકોલસ આગળ વધુ વિચાર ન કરી શકયો.
અચાનક, અંગીઠી પાસે બેસી એકલદોકલ કોલસા વીણીને આગ ઉપર નાખતા સ્માઇકને તેણે ચોરીછૂપીથી પોતા સામે નજર નાખતો જોયો. નિકોલસ એ જોઈ ગયો જાણી, પેલાએ તરત મેમાં નીચું નમાવી