________________
શાળાનો વાલી-દિન તેમણે સ્માઇકને હુકમ કર્યો, “લઈ જા સાલાને કોલસાની કોટડીમાં - ભલે ત્યાં જઈને પોતાનાં ફેફસાં ખાલી કરવાં હોય તેટલાં કરે; અહીં શાળાના વર્ગમાં એવી બૂમાબૂમ ને રડારોળ મારે ન જોઈએ. કોણ જાણે સાલામાં આટલી ચીસો પાડવાની તાકાત હજુ વર્ષોથી આવે છે!”
પછી તેમણે બીજા છોકરાનું નામ દીધું – “કોબે કયાં છે? તેનો આ કાગળ છે. ઓહો, તેની બહેન લખે છે કે, કોબેની દાદી મરી ગઈ છે અને તેના કાકા દારૂની લતે ચડી ગયા છે. એ સિવાય બીજા કોઈ નવીન ખબર નથી. તેણે ભાગી નાખેલા કાચ પેટે તેની બહેને અઢાર પેન્સ મોકલ્યા છે, તે મિસિસ વીયર્સ, લઈ લો જોઉં.”
પછી તેમણે માર્શનું નામ પોકાર્યું: “તેની માશી લખે છે કે, ગેમાર્શ અહીં સાજોસમો અને રાજીખુશીમાં છે તે જાણી તેમને બહુ આનંદ થયો છે, અને તેઓ મિસિસ સ્કવીયર્સની આવી કાળજીભરી સંભાળ માટે તેમનો ઘણો ઘણો આભાર માને છે. તથા ગેમાર્શ મિત્ર અને મિસિસ સ્કવીયર્સને પોતાનાં સાચાં મા-બાપ માનીને વર્તશે, તથા એક પથારીમાં પાંચ જણને સૂવું પડે તે બાબત કશો ગણગણાટ નહિ કરે – કોઈ સાચા ખ્રિસ્તીએ ન કરવો જોઈએ, એમ પણ તે જણાવે છે.”
પછો મોડ્ઝનું નામ પોકાર્યું. મિત્ર વયસે તેના સામું કતરાતી આંખે જોઈને કહ્યું, “તારી સાવકી મા લખે છે કે, તારી ખાવાપીવાની અને કામ કરવાની આડાઈની વાતો સાંભળી તેમનું માથું ફાટી જવા બેઠું છે. તારે કામ કરવું પડે ત્યારે તું હંમેશાં બીમાર હોવાની ફરિયાદ નાનપણથી જ કરતો આવ્યો છે, એવું તે જણાવે છે. તથા તારી એ આડાઈ મિ0 ક્વીયર્સ જેમ ઠીક માને તેમ સજા કરીને કાઢી આપશે, એવી આશા રાખે છે. તો ઠીક, બેટમજી, આમ આવો જોઉં ! તમારે ખાવું-પીવું નથી, કામ કરવું નથી, અને માંદા