________________
નિકોલસ નિકલ્બી
મિ૦ ક્વીયસ હવે આગળ ચલાવ્યું, “હું કેટલાક છોકરાઓનાં માબાપને મળ્યો છું; અને તેઓએ તેમનાં સંતાન અહીં રાજીખુશીમાં છે, તે બાબત સંતોષ જાહેર કર્યો છે, તથા તેઓ અહીંથી કયાંય જઈ શકે તેમ નથી, એ જાણી ભારે નિરાંત અનુભવી છે.”
૪૬
મિ૦ ક્વીયર્સની આ જાહેરાત પછી બે કે ત્રણ હાથ તરત જ આંખો તરફ વળ્યા. મિ. સ્કવીયર્સે હવે આગળ ચલાવ્યું —
“અલબત્ત, મારે કેટલીક કડવી નિરાશાઓ પણ અનુભવવાની થઈ છે: બોલ્ડરના બાપ પાસે અઢી પાઉંડ જેટલી રકમ બાકી રહે છે. બોલ્ડર કયાં છે?”
રોગી જેવો દેખાતો એક છોકરો, મસાથી છવાઈ ગયેલા હાથ સાથે, ધૂ જતો ક્રૂ જતો સામે આવી ઊભો રહ્યો.
“બોલ્ડર, અલ્યા તારો બાપ એમ માનતો હશે કે – પણ હેં? અલ્યા. આ શું?” –મિ૦ ક્વીયર્સ કયાં વધુ સારી રીતે વાગશે એ સ્થાન તપાસવા તેનો હાથ પકડવા ગયા, તેવામાં તેના મસા જોઈ ચાંકીને બોલી ઊઠયા.
k
‘આ શું છે?” એટલું કહી તેમણે તરત જોરથી એક સોટી તેને ચમચમાવી દીધી, જેથી જવાબ આપવામાં તે જરા ઉતાવળ કરે. “સાહેબ, મારો વાંક નથી; એ બધાં ગુમડાં નીકળ્યા જ કરે છે, સાહેબ; કદાચ ગંદકીમાં કામ કરવાને લીધે થતું હશે, – પણ સાહેબ, મને ખબર નથી, મારો વાંક નથી. ”
66
બિચારો આટલું બોલતો રહ્યો, ત્યાં તો મિ∞ ક્વીયર્સ સોટી લઈને ઝોડની પેઠે તેની ઉપર તૂટી પડયા : હરામજાદા, તું નહિ જ સુધરવાનો કેમ ? મારની તને કશી અસર જ થતી નથી કેમ? આ વખતે જોઉં તો ખરો કે, તું મારથી સુધરે છે કે નહિ!”
બિચારા બોલ્ડરના મેાંમાંથી ચીસો ઉપર ચીસો નીકળવા માંડી. છેવટે મિ∞ ીયર્સનામાં જ વધુ મારવાની તાકાત ન રહી, ત્યારે